અમદાવાદ: ગુજરાતમાં અડધો શિયાળો વિત્યા બાદ છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ જોર પકડ્યું છે. હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે. હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર ક્રમશઃ વધી રહ્યું છે. નવા વર્ષે પ્રારંભે લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. દિવસભર ઠંડા પવન ફુંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ દિવસે પણ ઠંડીનો અહેસાસ થયો હતો. અમદાવાદમાં લધુત્તમ તાપમાન ઘટીને 13 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. જ્યારે નલિયામાં 6.2 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, જૂનાગઢમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વિવિધ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીના લીધે દિવસ દરમિયાન પણ લોકો ઘરમાં પૂરાઇ રહ્યા હતા. સાથે જ લોકો સવારથી જ ગરમ કપડામાં લપેટાયેલા રહ્યા અને રાત્રે તાપણા કરતાં જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ પવન ફૂંકાતા અને ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક હનામાન શાસ્ત્રીઓના માનવા મુજબ જાન્યુઆરીમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. માવઠાને કારણે ખેતીના પાકને અસર થઈ શકે છે. આમ, આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે
ગુજરાત નજીક આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી યથાવત છે. નવા વર્ષની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી છે. કાર અને પાર્કિંગમાં બરફ જામી ગયો છે. લકી તળાવમાં ઉભેલી બોટ બરફમાં થીજી ગઈ હતી. કડકડતી ઠંડીમાં પ્રવાસીઓએ ભરપૂર આનંદ લઇ રહ્યા છે. (FILE PHOTO)