Site icon Revoi.in

જી 20ની બેઠકને લઈને રાજઘાની દિલ્હી સજજ્- શાળાઓ અને કોલેજો રહી શકે છે બંઘ,  લોકોને મેટ્રોની મુસાફરી કરવાની સલાહ 

Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અત્યાર સુઘી દેશના ઓળખ કરા.યેલા 200 જેટલા શહેરોમાં જી 20ની જૂદી જૂદી બેઠકો આયોજીત કરવામાં આવી રહી છએ ત્યારે હવે રાજઘાનીમાં જી 20ની બેઠકને લઈને તંત્રત સજ્જ બન્યું છે અત્યારથી અનેક તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  વિદેશી મહેમાનોને રહેવા માટે દિલ્હીના લે મેરીડીયન, મૌર્ય શેરેટોન, ઈમ્પીરીયલ, હયાત, ઓબેરોય, તાજ પેલેસ, શાંગરી-લા વગેરેની પસંદગી કરવામાં આવી છે. લોકોને દિલ્હી ટ્રાફિક પોલીસ તરફના રસ્તા પર ચાલવાને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

રાજધાનીમાં સમિટને લઈને યાત્રા પર પ્રતિબંધ અને રૂટમાં ફેરફારની શક્યતા છે. આ એટલા માટે છે કારણ કે પ્રતિનિધિઓ શહેરની અંદરની તેમની હોટેલોથી પ્રગતિ મેદાન ખાતેના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કમ કન્વેન્શન સેન્ટર સુધી મુસાફરી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો લોકો G20 સભ્યોની ટુકડીનો ભાગ હશે. તેઓ મહત્વપૂર્ણ જાહેર સ્થળોએ પહોંચશે. આ કારણોસર ભીડને રોકવા માટે દિલ્હી સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે.

આ જી 20ની બેઠક રાજઘાનીમાં 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. G-20 નેતાઓની સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ માટે કેટલીક શાળાઓ, કોલેજો અને ઓફિસોના કામકાજને અસર થઈ શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમિટને કારણે કેટલીક શાળાઓ અને કોલેજોને ઓનલાઈન મોડ પર સ્વિચ કરવાની અથવા રજા રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ સહીત  દિલ્હી સરકાર 8 સપ્ટેમ્બરના રોજ ટ્રાફિકની અવરજવર અને ખાનગી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગ માટે રજા જાહેર કરી શકે છે. જેના કારણે શાળાઓ અને ઓફિસો બંધ રહેશે. બીજી તરફ, સપ્તાહાંત એટલે કે શનિવાર અને રવિવાર ઘણી જગ્યાએ રજાઓ હોય છે.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેટલીક ઓફિસોને 8 થી 10 સપ્ટેમ્બર સુધી ઘરેથી કામ કરવાની સુવિધા આપવા માટે કહેવામાં આવી શકે છે. સત્તાવાળાઓ ચાર દિવસની અંદર ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવા માટે સલાહ આપી શકે છે.

આ સાથે જ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જો તમારે 8 થી 10 સપ્ટેમ્બર વચ્ચે હોસ્પિટલ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ માટે નીકળવું હોય તો મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે  ઉલ્લેખનીય છે કે 8 થી 10 સપ્ટેમ્બર સુધી સુપ્રીમ કોર્ટ, ખાન માર્કેટ, મંડી હાઉસ, કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા છએ જ્યારે અન્ય સ્ટેશનો ચાલુ રહેશે.