1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ગરમીને લીધે ગુલાબ, જાસ્મિન સહિત ફુલોના ભાવમાં તોતિંગ વધારો
અમદાવાદમાં ગરમીને લીધે ગુલાબ, જાસ્મિન સહિત ફુલોના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદમાં ગરમીને લીધે ગુલાબ, જાસ્મિન સહિત ફુલોના ભાવમાં તોતિંગ વધારો

0
Social Share

અમદાવાદઃ રાજ્યના તમામ મહાનગરોના ફુલ બજારોમાં ગરમીને લીધે ફૂલોની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે ભાવમાં વધારો થયો છે.  ઉનાળામાં ગરમી વધતા જ ફૂલોના ભાવ બમણા થઈ જતા હોય છે. કારણ કે, ગરમીના લીધે ફૂલો ઝડપથી સૂકાઈ જાય છે અથવા જલ્દીથી કરમાવા લાગે છે. ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર માર્કેટમાં આવેલા ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં  તોતિંગ વધારો જોવા મળ્યો છે. જેમાં ગુલાબ, હજારીગલ, ડમરો, લીલી, કેસૂડા, જાસ્મીન, કાર્નેશન, એન્થુરિયમ વગેરે ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે.

ગુજરાતનું સૌથી મોટું ફૂલ બજાર અમદાવાદના જમાલપુર ખાતે આવેલું છે. આ હોલસેલ ફૂલ બજારમાં સામાન્ય દિવસોમાં ફૂલોની આવક દૈનિક 10 થી 15 ક્વિન્ટલ સુધીની થતી હોય છે. જેમાં આ વખતે ફૂલોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતા મોટાભાગના ફૂલોના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. જમાલપુર ફૂલ બજારમાં ગુરૂવારનો ફૂલોનો ભાવ જોઈએ તે ગુલાબ 300 રૂપિયા પ્રતિ કિલો, છૂટા ગુલાબ 25 થી 60 રૂપિયા પ્રતિ કિલો, તાજા કેસૂડા 250 રૂપિયા પ્રતિ કિલો, સૂકા કેસૂડા 150 રૂપિયા પ્રતિ કિલો, ટગર 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો, ડમરો 10 થી 15 રૂપિયા, હજારીગલ 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો, એન્થુરિયમ 140 રૂપિયા પ્રતિ કિલો, કાર્નેશન 180 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. આ ઉપરાંત જાસ્મીન 200 રૂપિયા પ્રતિ કિલો, મેરીગોલ્ડ 60 રૂપિયા પ્રતિ કિલો, ઓર્કિડ 170 રૂપિયા પ્રતિ કિલો, ડેઝી 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો, પારસ 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો, મોગરો 70 થી 100 રૂપિયા પ્રતિ કિલો તથા લીલીની એક ઝૂડી 3 થી 4 રૂપિયામાં મળી રહી છે.

અમદાવાદ જિલ્લામાં ધોળકા આસપાસ તેમજ મધ્ય ગુજરાતમાં પણ ફુલોની ખેતી થાય છે. ફુલોની સારીએવી આવક થતી હોય છેય પરંતુ ઉનાળા દરમિયાન ફુલોની આવકમાં ઘટાડો થયાં તેના ભાવમાં વધારો થાય છે. અમદાવાદના જમાલપુર માર્કેટમાં ગત અઠવાડિયાની વાત કરીએ તો ગુલાબ 270 રૂપિયા પ્રતિ કિલો, છૂટા ગુલાબ 25 થી 40 રૂપિયા પ્રતિ કિલો, તાજા કેસૂડા 200 રૂપિયા પ્રતિ કિલો, સૂકા કેસૂડા 150 રૂપિયા પ્રતિ કિલો, ટગર 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો, ડમરો 6 થી 10 રૂપિયા, હજારીગલ 20 થી 25 રૂપિયા પ્રતિ કિલો, એન્થુરિયમ 130 રૂપિયા પ્રતિ કિલો, કાર્નેશન 160 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો.  આ સિવાય જાસ્મીન 180 રૂપિયા પ્રતિ કિલો, મેરીગોલ્ડ 50 રૂપિયા પ્રતિ કિલો, ઓર્કિડ 160 રૂપિયા પ્રતિ કિલો, ડેઝી 15 થી 20 રૂપિયા પ્રતિ કિલો, પારસ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો, મોગરો 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો તથા લીલીની એક ઝૂડી 2 થી 3 રૂપિયામાં મળતી હતી.

ફૂલ બજારના વેપારીઓએ જણાવ્યુ હતું કે, વાર, તહેવાર અને તિથિમાં સૌથી વધુ ફૂલોની જરૂર પડે છે. ઉનાળાની શરૂ થતા ગરમીના લીધે ફૂલો સુકાઈ જાય છે. વધુમાં ફૂલોની ખેતી કરતી વખતે પાકને પૂરતા પ્રમાણમાં પાણી આપવું પડે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ ચાર્જ, આયાત-નિકાસ, જથ્થો વગેરેમાં થતા વધારા-ઘટાડાને લીધે પણ ફૂલોના ભાવમાં વધ-ઘટ જોવા મળે છે. હજુ પણ ગરમીનો પારો જેમ જેમ વધતો જશે તેમ તેમ ફૂલોના ભાવ ઊંચકાવાની શક્યતા રહેલી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code