Site icon Revoi.in

પાલનપુરમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો થતાં શહેરના 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

Social Share

પાલનપુરઃ શહેરમાં કોલેરાનો રોગચાળો ફાટી નિકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.  શહેરના કોટ વિસ્તારમાં ઝાડા-ઊલટી તથા પેટના દુખાવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. કોલેરાનો ભોગ બનેલા 150 જેટલા દર્દીઓ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે. તેમજ 23 જેટલા લોકોને વધુ અસર જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોગચાળો વધવાના કારણે પાલનપુરના 17 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ દિવસથી સારવાર લઇ રહેલી એક મહિલાનું કોલેરાના કારણે મોત નીપજ્યું છે. આ પહેલા પણ બે લોકોના ઝાડા ઊલટીના કારણે મોત થયા હતા.

 આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુરમાં કોલેરાના કેસમાં વધારો થતાં વોર્ડ નંબર 6 ના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. થોડા દિવસ અગાઉ 17 જેવા વ્યક્તિઓને ઝાડા ઊલટી થતા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આરોગ્ય વિભાગ દ્વારા 200 થી વધુ મકાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાંથી 23 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવતા વોર્ડ નંબર-6ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

પાલનપુર શહેર વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં થોડા દિવસ અગાઉ 17 જેવા લોકોને ઝાડા ઊલટી થતા સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આરોગ્ય વિભાગ હરકતમાં આવતા વોર્ડ નંબર 6 વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 200થી વધુ ઘરોનું સર્વે કર્યા બાદ આરોગ્ય વિભાગ એ 23 જિલ્લા સેમ્પલો લીધા હતા જેમાં એક સેમ્પલ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે  વોર્ડ નંબર 6 ના ખાતેદાર ફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદાર વાસ, ગોબંદવાસ, સલાટ વાસ, સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હી ગેટ, પત્થર સડક, અબરકુવા, જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી ની આજુબાજુ નો 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરાયો છે.