Site icon Revoi.in

કોવિડના વધતા કેસોને કારણે સરકાર કડક,યુપી સહીત આ 7 શહેરોમાં માસ્ક ફરજિયાત

Social Share

લખનઉ:દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.દિલ્હી-એનસીઆર સાથે જોડાયેલા યુપીના તમામ જિલ્લાઓ અને લખનઉમાં સરકારે માસ્ક ફરજિયાત બનાવ્યું છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2183 નવા કેસ નોંધાયા છે અને 214 દર્દીઓના મોત થયા છે.શનિવારે 1150 કેસ નોંધાયા હતા અને 4 લોકોના મોત થયા હતા.અહીં સૌથી આશ્ચર્યની વાત એ છે કે,સૌથી વધુ કેસ માત્ર દિલ્હી-એનસીઆરમાં જ સામે આવી રહ્યા છે.

કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત અને લખનઉમાં જાહેર સ્થળોએ ચહેરા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 517 નવા કેસ સામે આવ્યા છે અને સંક્રમણનો દર 4.21 ટકા નોંધાયો છે.એક દિવસમાં 500 થી વધુ કેસ નોંધાયા બાદ રાજધાનીમાં ખળભળાટ મચી ગયો છે.

દિલ્હી આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીમાં એક દિવસમાં 517 નવા કેસની પ્રાપ્તિને કારણે રાજધાનીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 18,68,550 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 26,160 છે. રાહતની વાત એ છે કે,છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.