Site icon Revoi.in

બનાસનદીમાં પાણી વધવાની શક્યતાને લીધે કોઈ નદી કાંઠે જાય નહીં તે માટે બંદોબસ્ત ગોઠવાયો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા પર મેઘરાજા મહેરબાન થયા છે. ઉનાળા દરમિયાન જિલ્લાના લોકોએ પાણીની સમસ્યાનો ભારે સામનો કર્યો હતો. ત્યારે છેલ્લા સપ્તાહથી સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને લીધે જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે. તેમજ જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. દરમિયાન પરવાસના વરસાદને કારણે બનાસ નદીમાં પાણી વધવાની શક્યતા છે. નદીકાંઠા વિસ્તારના ગામોના લોકોને નદીમાં ન જવાની સુચના આપવામાં આવી છે. અમીરગઢ નજીક બનાસનદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી વહેતી બનાસ નદીમાં પાણીની આવક વધવાની શક્યતાઓને પગલે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં પાણીની આવક વધવાની શક્યાતા છે. જેને પગલે નદીકાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરાયા છે. તેમજ લોકોને નદીના પટમાં ન ઉતરવા સૂચનાઓ આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા ઢેબર સરોવરમાંથી નીકળતી અને દાંતીવાડા ડેમમાં ભળતી બનાસ નદી બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમા પડેલા ભારે વરસાદને પગલે બનાસનદીમાં પાણીની આવક વધવાની શક્યતાઓ છે. જેથી અમીરગઢ મામલતદાર દ્વારા બનાસ નદી કિનારે વસતા 14 જેટલાં ગામડાઓને એલર્ટ કરી સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ વ્યક્તિ નદીના પટમાં ન ઉતરે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી છે. આદિકાળમાં પર્ણસા નદી તરીકે ઓળખાતી બનાસ નદીમાં ચોમાસા દરમિયાન ઘોડાપૂર આવતું હોય છે. એ માટે સાવચેતીના ભાગ રૂપે અમીરગઢ મામલતદાર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.