નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં PMની ઉપસ્થિતિને લીધે પ્રેક્ષકોને એન્ટ્રી નહીં !
અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની ચોથી મેચ ગુજરાતમાં અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચના પહેલા દિવસે ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ઉપસ્થિત રહે એવી શક્યતા છે. તેથી ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટિકિટ્સને લોકઆઉટ કરી દીધી છે. જોકે હજુ સુધી મીડિયા રિપોર્ટ્સમાં દાવા કરાઈ રહ્યા છે. મેચના ગણતરીના દિવસો પહેલા ટિકિટ વેચાણ માટે મુકાશે કે નહીં એની સત્તાવાર જાણકારી મળી નથી. પરંતુ એવું કહેવાય છે. કે, ઓસ્ટ્રેલિયા અને ભારત એમ બન્ને દેશોના વડાપ્રધાન મેચ જોવા ઉપસ્થિત રહેવાના હોવાથી મેચના પ્રથમ દિવસે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ મળશે નહીં.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની ચોથી મેચ ગુજરાતમાં અમદાવાદ સ્થિત નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાશે. તેવામાં આ મેચના પહેલા દિવસે ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ઉપસ્થિત રહે એવી અટકળો સેવાઈ રહી છે. તેવામાં હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટિકિટસને લોકઆઉટ કરી દીધી હોવાનું કહેવાય છે. તેથી ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેના ક્રિકેટચાહકો આગામી તા.9મી માર્ચે ચોથી ટેસ્ટનો પ્રથમ દિવસ સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોઈ શકશે નહીં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટના પ્રથમ દિવસની ટિકિટ યજમાન ગુજરાત ક્રિકેટ એસોસિએશને ‘લોક આઉટ’ કરવાનો નિર્ણય લીધો છે. જોકે જીસીએ આ મુદ્દા પર નિવેદન આપવાનું ટાળી રહ્યું છે, એવું માનવામાં આવે છે કે ટેસ્ટના શઆતના દિવસે સ્ટેન્ડમાં બે ઉચ્ચ–પ્રોફાઇલ મહાનુભાવો – વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની હાજરી હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હશે. પહેલા દિવસની ટિકિટનું વેચાણ પછીના દિવસે ખુલશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
જીસીએના એક અધિકારીના કહેવા મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના બંને વડાપ્રધાનો હાજરી આપશે, ભારત–ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી માટેની ટિકિટ બુક માય શો પર ઉપલબ્ધ છે, જે ટિકિટિંગ એગ્રીગેટર છે. ચોથી ટેસ્ટ માટે ટિકિટો ‘લોક આઉટ’ હોવા અંગે પૂછપરછ કરતાં, બુક માય શોના અધિકારીએ જણાવ્યું હતું કે, ટિકિટનું વેચાણ ખોલવા અંગેનો કોઈપણ નિર્ણય, સામાન્ય રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્રારા લેવામાં આવે છે. અમે બીસીસીઆઈ દ્રારા અમને આપવામાં આવેલા આદેશનું પાલન કરીએ છીએ.