Site icon Revoi.in

અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ ફીવરના વાવરથી ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધ દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલનો 70 ટકા સ્ટાફ પણ ચાલુ સિઝનમાં વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ ચૂક્યો છે. સિવિલ હોસ્પિટલના એક તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં ફક્ત 15 દિવસમાં જ વાયરલ ઈન્ફેક્શનના 2900 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુના 21, મલેરિયાના 10, ટાઈફોઈડના 5 અને સ્વાઈન ફ્લુના 12 કેસનો સમાવેશ થાય છે. સોલા સિવિલમાં સોમવારે રાત્રે બે નવા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા હતા. લોકો ટેસ્ટ ના કરાવતા હોવાથી હજુ પણ કેસ વધુ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં  એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ વાયરલ ફીવરના પગલે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરમાં  વરસાદી વાતાવરણને લીધે રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં વરસાદ સાથે હવે  પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને વાયરલ ઈન્ફેકશનના કેસ પણ વધ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. રોગચાળાને ડામવામાં AMCનું આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. રોગચાળો બેકાબૂ છતાં સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. હાલમાં ખાસ કરીને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઝડપથી વધારો થયો છે. જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધ દર્દીઓ વધારે છે. સિવિલ હોસ્પિટલનો 70 ટકા સ્ટાફ પણ ચાલુ સિઝનમાં વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ ચૂક્યો છે. સિવિલ હોસ્પિટલના એક બબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજીતરફ સોલા સિવિલ હોસ્પિટલમાં ફક્ત 15 દિવસમાં જ વાયરલ ઈન્ફેક્શનના 2 હજાર 900 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુના 21, મલેરિયાના 10, ટાઈફોઈડના 5 અને સ્વાઈન ફ્લુના 12 કેસનો સમાવેશ થાય છે. સોલા સિવિલમાં ગઈકાલે રાત્રે બે નવા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા હતા. લોકો ટેસ્ટ ના કરાવતા હોવાથી હજુ પણ કેસ વધુ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  વરસાદી સિઝનને કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો માથું ઉચકી રહ્યો છે. એક તરફ સ્વાઈન ફ્લૂ બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં કોરોના અને અન્ય રોગચાળા સાથે સ્વાઈન ફલૂએ ફરી કેર વર્તાવ્યો છે. ઓગસ્ટ માસના 9 દિવસમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા હતા.  શહેરના પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં કેસ વધુ નોંધાયા છે. વિવિધ ખાનગી હોસ્પિટલોમાં 90થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વાઈન ફલૂના કહેરના પગલે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં 15 દિવસ પહેલા સ્વાઈન ફલૂથી બે લોકોના મોત થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણીની ફરિયાદોનો કોઈ જ નિકાલ લાવવામાં નથી આવ્યો. જેથી લોકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે. આ કારણથી જે તે વિસ્તારના લોકો પાણીજન્ય વિવિધ બિમારીઓનો ભોગ બની રહયા છે. ઓગસ્ટ મહિનાના છ દિવસમાં બેકટેરીયોલોજીકલ તપાસ માટે પાણીનાં કુલ 316 સેમ્પલ લેવામાં આવ્યા હતા.