કોવેક્સિનની અછતને લઈને કંપનીએ કહ્યું, ‘વેક્સિનના ડોઝનું ઉત્પાદન અને સપ્લાયની પ્રક્રિયા બની મુશ્કીલ’
- કોવેક્સિનની અછત
- વેક્સિનના ડોઝનું ઉત્પાદન અને સપ્લાયની પ્રક્રિયા બની મુશ્કીલ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે, કોરોનાને અટકાવવા રસીકરણને વેગ આપવામાં આવ્યો છે, કોરોનામાં વપરાતી વેક્સિન વધુ લોકોને આપવામાં આવતો રસીનો ઘરેલું પુરવઠો ખોરવાયો છે. દેશમાં કોરોના રસીકરણ ચાલુ છે, તે માટે અનેક વિદેશી રસીઓની મંજૂરી પણ ઝડપી છે. ભારતમાં સ્પુતનિક પહેલેથી જ સ્થાપિત થયેલ છે. પરંતુ રસીઓની તંગી હાલ જોવા મળી રહી છે.
કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બનતા રસીની માંગ સામે કોરોનાની વેક્સિનનું ઘરેલું ઉત્પાદન પણ મુશ્કેલ બન્યું છે,દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે,વેક્સિનેશનમાં ઝડપ લાવવા માટે કેટલીક વિદેશી કંપનીઓ સાથે પણ વેક્સિન બાબતે વાતચીત ચાલી રહી છે.
આ સ્થિતિ વચ્ચે કોવેક્સિનની અછત ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, કંપનીએ વિતેલા દિવસને શુક્રવારે જણઆવ્યું હતું કે,રસીનું પ્રોડક્શન અને સપ્લાયની પ્રક્રિયા ખૂબજ મુશ્કેલ બની છે, સમગ્ર પ્રક્રિયા વધુ સમય માંગી લે છે,ત્યાર બાદ કો વેક્સિનના 2 ડોઝ આપવામાં આવે છે.
ભારત બાયોટેકના જણાવ્યા પ્રમાણે, કોવેક્સિન સાથેની બેચ બનાવવા માટે પરીક્ષણ કરવા અને રિલીઝ કરવામાં તે 120 દિવસનો સમય લે છે. આનો અર્થ એ છે કે આ વર્ષે માર્ચમાં બનેલા કોવેક્સિનના ડોઝની સંખ્યા માત્ર જૂન સુધીમાં સપ્લાય માટે તૈયાર થઈ જશે.
આ સાથેસજ જાણકારી આપવામાં આવી છે કે, આ પ્રોસેસમાં ઘણા બધા કર્મચારીઓની જરૂર પડે છે. રસીનું ઉત્પાદન વધારવા માટે, ઘણી પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આને કારણે, સામાન્ય લોકોને રસી આપવામાં 4 મહિનાનો સમય લાગે છે.
વેક્સિનની માંગને ધ્યાનમાં રાખીને, ભારત બાયોટેક 20 કરોડ વધારાના ડોઝ બનાવવા માટે પગલાં લઈ રહી છે. આ ડોઝ ગુજરાતમાં એક યુનિટમાં બનાવવામાં આવશે. આ સાથે, કોવાક્સિનનું વાર્ષિક ઉત્પાદન 100 કરોડ ડોઝ સુધી વધારવામાં આવશે.
આ પહેલા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન મે-જૂન સુધીમાં બમણું થઈ જશે. સપ્ટેમ્બર સુધીમાં, દર મહિને રસીના 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સ્વ-નિર્ભર ભારત મિશન 3.0 હેઠળ સ્વદેશી રસીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.