આ આદતોને કારણે આંખોની રોશની ઘટી શકે છે,આવો જાણીએ કઈ છે તે આદતો
આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે.આપણે આંખોના પ્રકાશથી જ બધું જોઈ શકીએ છીએ.પરંતુ સમય જતા આંખો નબળી પાડવા લાગે છે.આજકાલના યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.નાના બાળકો પણ ચશ્માં પહેરે છે.ઘણી બિનઆરોગ્યપ્રદ આદતોને કારણે આંખોની રોશની ઘટી શકે છે. આવી સ્થિતિમાં કેટલીક ખરાબ આદતોથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.
વધુ પડતા જંક ફૂડ અથવા બહારના બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન ન કરો.તેના બદલે, આહારમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ઝિંક, વિટામિન સી અને ઇ અને લીલા પાંદડાવાળા ખોરાકનો સમાવેશ કરો.
હાનિકારક યુવી કિરણો તમારી દૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે મોતિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તડકામાં નિકળતી વખતે તમે સનગ્લાસનો ઉપયોગ કરો.
અપુર્તિ ઉંઘ પણ આંખઓની રોશની પર અસર કરી શકે છે. અપુર્તિ ઉંઘના કારણે આંખોના સ્નાયુઓ માં ખેચાણ અનુભવાય છે. જે બાદમાં આંખોને નુકસાન કરી શકે છે.