Site icon Revoi.in

યુનિ,કોમન એક્ટને લીધે હવે અધ્યાપકો અને કર્મચારીઓ એસો, કે મંડળમાં જોડાઈ શકશે નહીં

Social Share

અમદાવાદઃ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 લાગુ કર્યા બાદ તેના અમલીકરણ માટે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી માટે મોકલી આપવામાં આવેલ છે. જેને યુનિવર્સિટીના સત્તા મંડળ દ્વારા મંજૂરી આપવામાં આવશે, યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ લાગુ થઈ જશે. શિક્ષણ વિભાગ દ્વારા મોકલવામાં આવેલી યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટમાં ભારતના સંવિધાન દ્વારા પ્રાપ્ત મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન થતા ભારતના સંવિધાનની આર્ટિકલ 19(c) પ્રમાણે કોઈપણ કર્મચારી મંડળની રચના કરી શકે છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જે યુનિફોર્મ મોડેલ સ્ટેચ્યુટ મોકલવામાં આવ્યું છે, તેમાં કર્મચારીઓને એસોસિએશનની રચના કરી શકશે નહીં અને તેમાં જોડાઈ શકશે નહીં તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જેનો અધ્યાપક મંડળ તેમજ વહીવટી કર્મચારી મંડળોએ વિરોધ કર્યો છે.

ગુજરાતમાં કોમન યુનિ,એક્ટને લીધે તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા સામે પણ પ્રશ્ન ઊભો થયો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓની મનમાની વધી જશે. નવા એક્ટ મુજબ અધ્યાપકો કે વહિવટી કર્મચારીઓ કોઈપણ મંડળ કે એસો.માં જોડાઈ શકશે નહીં ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉપરાંત અન્ય તમામ વિભાગના કર્મચારીઓ કર્મચારી મંડળની રચના કરીને પોતાની સેવાને લગતી સમસ્યાઓનો નિવારણ લાવે છે. ત્યારે માત્રને માત્ર શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી અને કોલેજના કર્મચારીઓ માટે એસોસિએશન નહીં બનાવવા માટે યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટમાં જોગવાઈ કરવામાં આવી છે. જેને લઇને અધ્યાપક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ પ્રકારની બંધારણીય વિરુદ્ધ જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે, તેને યુનિવર્સિટી દ્વારા મંજૂરી આપવામાં ન આવે અને તેને રદ કરવી જોઈએ, તેવી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની માંગણી છે.