Site icon Revoi.in

સોલાર પ્લાન્ટ્સમાં કોપરના વાયરોની ચોરી કરતી ડફેર ગેન્ગ પકડાઈ

Social Share

પાટણઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જાહેરમાં લગાવેલા સોલારના પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરતી ડફેર ગેન્ગને પાટણની લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબાચી લઈને 17 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે આરોપી શખસો પીસેથી રૂપિયા 7,87,072નો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અને કચ્છ, સહિત  જિલ્લાઓમાં સોલાર પ્લાન્ટોમાંથી ઇન્વટરના કોપર વાયરની ચોરી કરતી કુખ્યાત ડફેર ગેંગને પકડી પાડી કેબલ ચોરીના કુલ 17 ગુનાઓનો ભેદ ઉકેલી કુલ કિ.રૂ.7,87,072 નો મુદ્દામાલ એલ સી બી પોલીસે રીકવર કર્યો હતો. પાટણ જિલ્લા તથા આજુબાજુના જિલ્લાઓના ગામડાંઓની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી ઘણા લાંબા સમયથી અવાર નવાર ઇન્વટર કોપર વાયરની ચોરીના બનાવો બનતા હોઇ જેમાં રાધનપુર, સમી, પાટણ તાલુકા, કાકોશી પોલીસ સ્ટેશનમાં આવા બનાવોની ફરીયાદો દાખલ થઈ હતી. જે તમામ મિલકત સબંધી બનાવો વણશોધાયેલા ગુના શોધવા માટે પાટણ જિલ્લા પોલીસ ર્ડા.રવિન્દ્ર પટેલ શોધી કાઢવા એલ.સી.બી પાટણને સુચના કરતાં એલ.સી.બી. પાટણના અધિકારી, કર્મચારીઓની ટીમ બનાવી તમામ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી આજુબાજુ આવેલા સી.સી.ટી.વી. કેમેરાના બેકઅપ તપાસીને તેમજ ટેકનીકલ એનાલીસસ તથા હ્યુમન સોર્સથી આ પ્રકારની એમ.ઓ. ધરાવતા ઇસમોની શોધખોળ શરૂ હતી.

પાટણ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,  લોંગ તૈયબ ભટ્ટી રહે.રાણીસર તા.સાંતલપુરવાળાએ સોલાર પ્લાન્ટ ઉપરથી કોપર વાયરની ચોરીના ગુના આચરેલ છે,  જેથી તેને તથા તેના માણસોને લાવી પુછપરછ કરતાં કબુલાત કરેલ કે, છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન તેણે કેટલાક માણસોની ગેંગ બનાવી પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લાઓમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી અનેક વખતે ચોરીઓ કરેલ જે આધારે સંડોવાયેલા માણસોની પુછપરછ કરતાં ચોરી કરતી ગેંગના 8 આરોપી ઝડપી પડ્યા હતા. 11 જેટલા આરોપીને પકડવાના બાકી છે.

પાટણ એલસીબી પોલીસે આરોપી પાસેથી સફેદ કલરના કોપર વાયર 458.84 કિ.ગ્રા. કિ.રૂ.3,67,072, ગુનો કરવામાં ઉપયોગ કરેલ પીકઅપ ડાલુ નં-GJ.17.XX.3072 કિ.રૂ.4,00,000/- આરોપીના મોબાઇલ નંગ-04 કિ.રૂ.20,000 મળી કુલકિ.રૂ.7,87,072 કબજે કરેલ મુદામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ ચોરીથી મેળવેલો મુદ્દામાલ પાટણ તથા વારાહી મુકામે આવેલા વાસણની દુકાનમાં,ભંગારીયાઓને વેચાણ કર્યો હતો તેઓને ચોરીના મુદામાલથી મેળવેલા રૂપિયા રોકડથી તેમજ ફોન-પે થી મેળવેલ છે જેથી તેમના જે તે બેંક એકાઉન્ટ ડેબીટ ફ્રીજ કરાવેલા હોઇ ઉપરોક્ત ગુનાના તપાસ અધિકારી દ્વારા ગુનાના કામે પરત મેળવવાની કામગીરી કરવામાં આવશે. તથા કોપર વાયર ભંગારીયા તેમજ વાસણની દુકાનમાં આપેલ હોઇ તપાસ અધિકારી દ્વારા તમામ ગુનાઓનો મુદ્દામાલની 100 % રીકવરની કામગીરી હાલમા ચાલુ છે.