મુંબઈઃ ભારતમાં હાલ આઈપીએલની સિઝન ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે ભારતીય ક્રિકેટને પણ અસર પડી હોય તેમ લાગી રહ્યું છે. આઈપીએલની ટુર્નામેન્ટ દર્શકો વિના રમાડવામાં આવી રહી છે. દરમિયાન ગયા વર્ષે ભારતીય ક્રિકેટ માટે મહત્વની મનાતી રણજી ટ્રોફી રમાઈ ન હતી. જો કે, ચાલુ વર્ષે રણજી ટ્રોફી રમાડવાનો નિર્ણય લેવાયો છે. રણજી ટ્રોફી માટે ડિસેમ્બરથી ત્રણ મહિનાની વિન્ડો પણ રાખવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ વર્ષે સપ્ટેમ્બરથી 2021-22ની સ્થાનિક સીઝનનો પ્રારંભ કરવાનું આયોજન કરાયું છે. તેમા સૈયદ મુશ્તાક અલી ટી 20 ટુર્નામેન્ટ પણ યોજાશે. આ ઉપરાંત રણજી ટ્રોફી માટે ડિસેમ્બરથી ત્રણ મહિનાની વિન્ડો પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત પાંચ મહિલા ક્રિકેટ સ્પર્ધા પણ પડતી મૂકવામાં આવી છે. 2020-21ની સીઝનમાં ફક્ત સૈયદ મુશ્તાક અલી ટી 20 ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીનું જ આયોજન થયું હતું. મહિલાઓ માટે એક દિવસની નેશનલ વન-ડે મીટ યોજાઈ હતી.
ભારત આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી 20 વર્લ્ડ કપ રમવાનું છે અને આગામી વર્ષે મેગા આઇપીએલ હરાજી થવાની છે ત્યારે બધા હિસ્સેદારો બે વ્હાઇટ બોલ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી20 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની વચ્ચે અને તેના પછી નવેમ્બરમાં વિજય હઝારે ટુર્નામેન્ટ યોજાય તેમ બીસીસીઆઈ ઇચ્છે. બીસીસીઆઇએ આ ઉપરાંત અંડર-23 અને અંડર-19 ટુર્નામેન્ટ માટે પણ સ્લોટ પાઠવ્યા છે. કૂચબિહાર ટ્રોફીની સાથે અંડર-19 વન-ડે ચેલેન્જર ટુર્નામેન્ટના પફોમન્સની સાથે વિનૂ માંકડ ટ્રોફીના લીધે ભારતને આગામી વર્ષે યોજાનારા અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમ પસંદગીમાં મદદ મળશે.