સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વરાછા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે ડમ્પરે એક રાહદારીને કચડીને એક સ્કુટરચાલકને પણ અડફેટે લીધો હતો. અકસ્માતને બનાવને લીધે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતુ. અને અને અકસ્માત બાદ નાસી રહેલા ડમ્પરચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળે છે. કે, શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ખાંડ બજાર ગરનાળા નજીક ડમ્પર પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું. દરમિયાન રસ્તા પરથી પસાર થતાં અજાણ્યા આધેડ વયના અજાણ્યા વ્યક્તિને અડફેટે લેતા આધેડ નીચે પટકાયા હતા. ત્યારબાદ ડમ્પરનું ટાયર આધેડ પરથી ફરી વળ્યું હતું. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ ડમ્પરના ચાલકે સ્કુટરને અડફેટે લીધું હતુ, અને સ્કુટર પણ ડમ્પરની નીચે આવી ગયું હતી. જેથી સ્કુટરચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વરાછા રોડના ગરનાળા નજીક અકસ્માતને લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતને લીધે એકઠાં થયેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો. ત્યારબાદ બાદ ઈજાગ્રસ્તને લેવા આવેલી બે પૈકી એક 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરને બંધ કરી દીધો હતો. બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી જતાં ડમ્પરના ડ્રાઈવરને સોંપી દેવામાં આવ્યો હતો. વરાછા પોલીસ ડમ્પરચાલક વિરોધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.