ગરમીથી રક્ષણ આપે છે દુપટ્ટો-સ્કાર્ફ, ઘરની બહાર નીકળતા પહેલા ફેસને કરીલો કવર
- સ્કાર્ફ પહેરવાથી ગરમીમાં મળે રક્ષણ
- તમારો લૂક પણ બનશે સ્ટાઈલીશ
ઉનાળાની ગરમીમાં ઘરથી બહાર નિકળતા પહેલા જાણે જંગ જીતવા જતા હોય તેટલી હિમ્મત ભએગી કરવી પડે છે, ગરમીના કારણે આપણાને આપણી ત્વચાની ચિંતા રહેતી હોય છે, તડકાના કારણે વાળ તેમજ ચહેરાને નુકશાન થાય છે જેથી આપણે સતત ચિંતિત રહીએ છે, ઘણઆ લોકો ચહેરાને સ્કાર્ફથી કવર કરીને રક્ષણ મેળવે છે, તો ચાલો આજે આપણે વાત કરીએ સ્કાર્ફ પહેરવાથી મળતા પ્રોટક્શન વિશે, અને કેવા સ્કાર્ફ પહેરવા વધુ સારુ રહેશે.
ઘરની બહાર નિકળતા પહેલા કોટનના સ્કાર્ફ વડે તમારા ચહેરાને કવર કરીલો, અથવા તો પછી મોઢા અને માથા પર બન્ને રીતે રહે એ રીતે મોટો સ્કાર્ફની પસંદગી કરો જેથી તમારા વાળ અને ચહેરો બન્ને ગરમીથી બચશે
તમે આ સ્કાર્ફને ત્રિકોણ કરીને પણ તમારા માથા પર લપેટી શકો છો, આ સાથે જ જો તમારા પાસે ત્રિકોણ સ્કાર્ફ નથી તો ચોરસ સ્કાર્ફને ખુણા પરથી વાળીને ત્રિકોણ ખૂણો બનાવી તેને માથા પર બાધી બાકીનો બચેલો સ્કાર્ફ માથા પર લપેટી લો, આમ તમને માથા પર ગરમી લાગશે નહી.
આ સાથે જ જ્યારે પણ બહાર નીકળો કોટનનો મોટો દુપટ્ટો સાથે રાખો જે માથું અને વાળ બન્ને કવર કરી શકે, અને એ રીતે બાંધો કે તમારા બન્ને હાથ પણ તેમામ કવર થી જાય જેથી હાથની સ્કિનને પણ દુપટ્ટાથી રક્ષણ મળશે.