Site icon Revoi.in

મોરબીમાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણનો પર્દાફાશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાંથી અવારનવાર વિવિધ નકલી ખાદ્ય સામગ્રી મળી આવતી હોય છે. ત્યારે તાજેતરમાં મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જીન ઓઇલનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લામાં કંપનીના નામે ડુપ્લીકેટ ઓઇલનું પેકેજિંગ પકડી પાડવામાં આવ્યું છે. 

મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડી ડુપ્લીકેટ એન્જીન ઓઇલ પેકિંગ અને વેચાણ કરનાર બે શખસને ઝડપી પાડ્યા છે. જેમની ઓળખ મેહુલ ઠત્કર અને અરૂણ કુંડારિયા તરીકે થઈ છે. બંને આરોપી પાસેથી 23.17 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. 

લજાઈ ગામમાં આવેલી મારુતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યા હતાં. જેમાં મેક લુબ્રિકન્ટ, સર્વો સુપર, ગલ્ફ સીએનજી અને હીરો જેન્યુન કંપનીના નામે ડુપ્લીકેટ એન્જીન ઓઇલ ભરી વેચાણ કરાવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં સ્થળ પરથી SMC ટીમે 17 લાખથી વધુની કિંમતનું 21,488 લિટર ડુપ્લીકેટ એન્જીન ઓઇલ, 25 હજાર રૂપિયાના બે મોબાઇલ, 5 લાખ રૂપિયાનું એક વાહન, 5200 રોકડા તેમજ 3 નંગ MRP પ્રિન્ટ મશીન, મોટર, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, સિલીંગ મશીન, ઓઇલ ભરવાનું મશીન, બોટલ સિલીંગ મશીન અને બેરલ મળીને કુલ 67,800 સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.