બેંગલુરુ – દિવસેને દિવસે પ્લેન ક્રેશ થવાની કે ડ્રોન ક્રેશ થવાની ઘટના બની રહી છએ ત્યારે આજરોજ કર્ણાટકમાં પણ ડીઆરડીઓનું પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, આ પહેલા પણ ડ્રોન અને હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
ક્રેશ થયેલા ડ્રોનના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. વિડીયો અને ફોટા પરથી જાણવા મળે છે કે અકસ્માત બાદ ડ્રોનનો કાટમાળ તૂટીને વિખરાય ગયો હતો. જે બાદ ડ્રોનના ઘણા સાધનો મેદાનમાં વેરવિખેર થઈ ગયા હતા. ડ્રોન ક્રેશ થયા બાદ ગામના લોકો મેદાનમાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જ અધિકારીઓને જાણ કરી હતી. લોકોએ જણાવ્યું કે જ્યારે ડ્રોન પડ્યું ત્યારે જોરદાર અવાજ સંભળાયો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ડીઆરડીઓનું ડ્રોન ક્રેશ થયું છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલ આ વિમાન શનિવારના રોજ એક ગામડાના ખેતરમાં ક્રેશ થયું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે માનવરહિત એરિયલ વ્હીકલહતું, એટલે કે તેમાં કોઈ પાઈલટ કે વ્યક્તિ બેઠા ન હતા.
યુએવી એરક્રાફ્ટ TAPAS 07 A-14 હિરીયુર તાલુકાના વાડીકેરે ગામની બહાર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.આ ડ્રોન તેની ટેસ્ટ ફ્લાઈટ પર હતું જ્યારે દુર્ઘટના સર્જાય હતી. આ ઘટના પર DRDO વતી હજુ સુધી કોઈએ કોઈ નિવેદન જારી કર્યું નથી.