એક કાર્યક્રમમાં પોતાના સંબોઘન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ નારી શક્તિની કરી પ્રસંશા
આજરોજ સોમવારે દેશના રાષ્ટ્રપતિ મુર્મુએસ માણેકશા સેન્ટર ખાતે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (AWWA) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અહી તેમણે ઉપસ્થિત લોકોનું સંબોધન પણ કર્યું હતું આ પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ એસોસિએશનના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીઘી હતી, જે મહિલાઓને સશક્ત બનાવવા માટે આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે.
પોતાના સંબોઘનના આરંભમાં જ રાષ્ટ્રપતિએ કહ્યું કે “હું તમામ ‘વીર નારી’નો તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કરું છું અને AWWA ના પ્રયાસોની પ્રશંસા કરું છું,” નારી શક્તિ વિશે વાત કરતા અને વખાણ કરતા કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં મહિલાઓએ મિસાઈલથી લઈને સંગીત સુધીના વિવિધ ક્ષેત્રોમાં ઘણી મોટી ઊંચાઈઓને સ્પર્શી છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “એક જૂની કહેવત છે કે દરેક સફળ પુરૂષની પાછળ એક મહિલા હોય છે, પરંતુ, આજે તેના બદલે કહેવું જોઈએ કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે.” તેમના સંબોધનમાં, રાષ્ટ્રપતિએ ‘નારી શક્તિ’ની પ્રશંસા કરી અને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં મહિલાઓ દ્વારા આપવામાં આવેલા યોગદાનને રેખાંકિત કર્યુ હતું.”અમે આજે મહિલાઓની બે દર્દનાક વાર્તાઓ સાંભળી, તેના બદલે આપણે ધીરજ અને નિશ્ચયની બે વાર્તાઓ કહેવાની જરૂર છે, જેણે અમારા આત્માઓને હલાવી દીધા.” તેમણે ભારપૂર્વક કહ્યું કે તેથી જ તેને નારી શક્તિ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની પત્ની સુદેશ ધનખડ અને વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે મહિલાઓએ અનેક અવરોધો પાર કર્યા છે અને મિસાઈલથી લઈને સંગીત સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહાન ઊંચાઈઓને સ્પર્શી છે.