Site icon Revoi.in

“RE-ઇન્વેસ્ટ ૨૦૨૪” દરમિયાન રૂ. ૬૪,૦૦૦ કરોડના રોકાણ અને અંદાજે ૨૬,૦૦૦ લોકો માટે રોજગારી સર્જનની પ્રતિબદ્ધતા દર્શાવતું ટોરેન્ટ ગ્રુપ

ટોરેન્ટ પાવર
Social Share

અમદાવાદ : ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી એવી ટોરેન્ટ પાવર લિમિટેડે ગ્રીન અને ટકાઉ ભવિષ્યની પોતાની પ્રતિબદ્ધતા ને ફરી એક વાર દોહરાવી કરતા, સોમવારે કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત ચોથી RE-ઇન્વેસ્ટ સમિટમાં ભારત સરકારને બે ‘શપથપત્રો’ સુપરત કર્યા છે.

Mr. Samir Mehta, Chairman, Torrent Group

એક કંપનીએ રૂ. ૫૭,૦૦૦ કરોડના રોકાણ સાથે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ ગીગાવોટ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરવા માટે ‘શપથપત્ર’ સુપરત કર્યું છે. આ રોકાણથી લગભગ ૨૫,૦૦૦ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો સર્જાવાની આશા રાખવામાં આવી રહી છે. આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે ટોરેન્ટ પાવરે સોમવારે ગુજરાતના દ્વારકા જિલ્લામાં 5 GW સોલાર, વિન્ડ અથવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

નેક્સ્ટ જનરેશન એનર્જી રિફોર્મ્સ માટે ગ્રીન હાઇડ્રોજન એક મહત્વપૂર્ણ ઘટક છે, જે આગામી સમયમાં નેટ-ઝીરો ઉત્સર્જન ક્ષમતા હાંસલ કરવામાં અને હાર્ડ-ટુ-અબેટ સેક્ટર્સને ડિકાર્બોનાઇઝ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટોરેન્ટ પાવર નિકાસ અને સ્થાનિક બજારોની માંગને પહોંચી વળવા ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોડક્શન પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે સક્રિયપણે તકો તપાસી રહ્યું છે. બીજું ‘શપથપત્ર’ ગ્રીન એમોનિયા ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે સુપરત કરવામાં આવ્યું, જે અંતર્ગત રૂ. ૭,૨૦૦ કરોડના રોકાણ સાથે વાર્ષિક ૧,૦૦,૦૦૦ કિલો ટન (KTPA) ગ્રીન એમોનિયા ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવશે અને તે સાથે  લગભગ ૧,૦૦૦ લોકો માટે રોજગાર સર્જન થશે.

ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, “ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પાવર યુટિલિટીઓ પૈકી એક તરીકે ટોરેન્ટ પાવર દેશની ગ્રીન ઉર્જા યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. બે ‘શપથપત્ર’ ઉપર સુપરત કરીને અમે ગ્રીન અને સ્થાઈ ભવિષ્ય પ્રત્યે પોતાની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાઓને દોહરાવી છે. આ પ્રતિબદ્ધતા દ્વારા અમે ગ્રીજ ઉર્જા આધારિત ઉપાયો માત્ર ને આગળ નથી વધારી રહ્યા, આ સાથે એ હકીકત પણ ઉજાગર કરીએ છીએ કે અમારી વ્યવસાયિક કામગીરીઓ, રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે. અમે ભારત સરકારનો, તેની ભવિષ્ય-તરફી નીતિઓ અને ગ્રીન ઉર્જા ક્ષેત્રના વિકાસને આગળ વધાર માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવા માટે આભાર માનીએ છીએ.”

વીજ ઉત્પાદનમાં સૌર અને પવન ઉર્જાના વધતા પ્રભાવથી ઊર્જા સંગ્રહના ઉપાયોની જરૂરિયાત ઊભી થશે, જેથી આવનારા સમયમાં નિશ્ચિત, ભરોસાપાત્ર અને ડિસ્પેચેબલ રીન્યુએબલ એનર્જી પુરી પાડી શકાય. આ માટે ટોરેન્ટ પાવરે બહુવિધ રાજ્યોમાં પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (PSP) સાઇટ્સની ઓળખ કરી છે. કંપનીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ, રૂ. ૨૫,૦૦૦ કરોડ થી રૂ.૩૫,૦૦૦ કરોડનું રોકાણ કરી લગભગ ૫ થી ૮ ગીગાવોટની PSP ક્ષમતા સ્થાપિત કરવા માંગે છે. ટોરેન્ટ પાવર પાસે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક ચાલુ કરવા અને સંચાલન કરવનો ટ્રેક રેકોર્ડ છે. મજબૂત બેલેન્સ શીટ સાથે, કંપની 2030 સુધીમાં ૫૦૦ ગીગાવોટ ગ્રીન એનર્જી ક્ષમતાના રાષ્ટ્રના લક્ષ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર છે.