દિવસ દરમિયાન એનર્જી માટે પ્લેનના દૂધના બદલે અજીર કાજુ વાળા દૂધનું કરો સેવન, આરોગ્યને પણ થશે ફાયદો
સામાન્ય રીતે આપણે દરરોજ સવારે નાસ્તામાં ચા પરાઠા કે અન્ય નાસ્તો કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે તમારા સવારના નાસ્તાને તદ્દન હેલ્ધી અને લાંબો સમય પેટમાં ટકી રહે તેવો બનાવીશું.
કાજુ અંજીર ડ્રિંક કે જે ખૂબ જ હેલ્ધી છે, દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ આ ડ્રિંક પીવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગશે નહી અને શરીર પણ હેલ્ધી રહે છે સમગ્ર દિવસ દરમિયાન શરીરમાં ભરપુર એનર્જી રહે છે, તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ કાજુ અંજીર ડ્રિંક
સામગ્રીઃ- અંજીર 4 નંગ, કાજુ 10 નંગ , 1 ગ્લાસ દૂધ , 1 ચમચી મઘ
સૌ પ્રથમ વહેલી સવારે જાગીને એક કપ દૂધમાં કાજુ ,અંજીરને પલાળી દો, ત્યાર બાદ સવારે 8 થી 9 વાગ્યાના ગાળા વાગ્યે આ પલાળેલા કાજુ અને અંજીરને મિક્સરમાં એક ગ્લાસ દૂદ અને 1 ચમચી મધ નાખીને બરાબર મિક્સ કરીલો, તૈયાર છે તમારું સવારનું હેલ્ધી પીણું કાજુ અંજીર ડ્રિંક.
જો તમે સવારે નાસ્તો નથી કરતા તો તમારા માટે આ ડ્રિંક બેસ્ટ ઓપ્શન છે, સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે એક ગ્લાસ ડ્રિંક પીલેશો તો 4 કલાક સુધી તમને ભૂખ નહી લાગે તે ઉપરાંત તમારો આખો દિવસ એનર્જીથી ભરપુર રહેશે