1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તહેવારોની રજાઓમાં રાજ્ય તમામ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં
તહેવારોની રજાઓમાં રાજ્ય તમામ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં

તહેવારોની રજાઓમાં રાજ્ય તમામ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવેલા રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. વડાપ્રધાનની પ્રેરણાથી નિર્માણ થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સાયન્સ સીટી, ગિરનાર રોપ-વે અને શિવરાજપુર બીચ ખાતે તાજેતરમાં રજાના દિવસોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લઇ રાજ્ય સરકારે વિકસાવેલી અત્યાધુનિક પ્રવાસન સુવિધાઓનો લાભ ઉઠાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ-મુલાકાતીઓ આકર્ષિત થયા છે.  સુવિધા સભર બનેલા  આ પ્રવાસન સ્થળોએ જન્માષ્ટમીના તહેવારોમાં તારીખ 28,29 અને 30 ઓગસ્ટ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ મુલાકાત લઇ સાતમ-આઠમ તહેવારોની ઉજવણીનો આનંદ માણ્યો હતો. નર્મદા જિલ્લાના કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલી લોહ પુરુષ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી  પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 28 ઓગસ્ટના રોજ 23.907 પ્રવાસીઓ 29 ઓગસ્ટના રોજ 40,914 અને 30 ઓગસ્ટના રોજ 27,343  એમ કુલ 92,164  પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તાજ મહેલ કરતાં પણ વધુ પ્રવાસીઓ વર્ષ દરમિયાન અહિં મુલાકાતે આવતા થયા છે. કેવડિયા ખાતે આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, વ્યુઇંગ ગેલેરી, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, એકતા નર્સરી, કેક્ટસ એન્ડ બટરફ્લાય ગાર્ડન, પેટ ઝોન, નૌકાવિહાર, ઈલેક્ટ્રીક સાયકલિંગ, રિવર રાફ્ટિંગ વગેરેનો પણ આનંદ મોટી સંખ્યામાં ઉમટેલા સહેલાણીઓએ ઉઠાવ્યો હતો.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના વિઝન હેઠળ અમદાવાદ સાયન્સ સીટીને વધુ આધુનિક અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓને ગમ્મતની સાથે જ્ઞાન મળે તેવા આશયથી વિકસાવવામાં આવેલા રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી, આઇ-મેક્સ થિયેટર, ફાઇવ-ડી થિએટર, અર્થક્વેક રાઇડ, મિશન ટૂ માર્સ રાઇડ જેવા વિશ્વસ્તરીય સ્થળો લોકોને આકર્ષવામાં સફળ રહ્યા છે.અમદાવાદ સાયન્સ સીટીની 28  ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન કુલ 10,996  પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ત્રણ દિવસો દરમિયાન સાયન્સ સિટીની મુલાકાતની ટિકીટની આવક 35,56,910 થઇ છે. આ ત્રણ દિવસ દરમિયાન વિશેષત: બાળકો અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટિની ગમ્મત સાથે જ્ઞાન પિરસતી ગેલેરીઝની મજા માણી હતી. જેમાં 10,236  લોકોએ એક્વેટીક ગેલેરી, 2,806  લોકોએ રોબોટીક ગેલેરી અને 1,403  લોકોએ એક્વેટીક ફાઇવ ડી થિએટરની મુલાકાત આ ત્રણ દિવસો દરમિયાન લીધી હતી.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શનમાં તૈયાર થયેલા ગીરનાર રોપ-વે સુવિધા પણ ગત દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહી છે. ગીરનારની ટોચ પર સહેલાઇથી પહોંચી ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે અને આભને આંબતા આ પર્વતાધિરાજનું કુદરતી સૌંદર્ય માણી શકે તે માટે આ રોપ-વે એક અનેરૂં આકર્ષણ બન્યો છે.  જુનાગઢ ખાતે આ રોપ-વે થી 28  ઓગસ્ટના રોજ 4,861 પ્રવાસીઓ 29 ઓગસ્ટના રોજ 7,459  અને 30 ઓગસ્ટના રોજ 8,503 એમ કુલ 21,123 પ્રવાસીઓએ મુલાકાત લઇ ગીરનારના પવિત્ર ધામોની મુલાકાત લઇ પ્રભુ દર્શનની સાથે સાથે પ્રકૃતિ દર્શનનો પણ લ્હાવો લીધો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન સૌથી વધુ લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે દ્વારિકાના શીવરાજપુર બીચના વિકાસ માટે પણ સતત માર્ગદર્શન આપતા રહ્યાં છે તેઓએ તાજેતરમાં જ ‘એશિયાનો એકમાત્ર બ્લ્યુ બીચ’ તરીકે સુવિખ્યાત શીવરાજપુર બીચની મુલાકાત લઇ ત્યાંના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.  તાજેતરના તહેવારોની રજાના દિવસોમાં દ્વારિકાના શીવરાજપુર બીચ ખાતે 28 ઓગસ્ટના રોજ 3,100  પ્રવાસીઓ 29  ઓગસ્ટના રોજ 8,746  અને 30 ઓગસ્ટના રોજ 9,500  એમ કુલ 21,364  પ્રવાસીઓએ મુલાકાત લીઇ ઉજાણી કરી હતી અને વધુ પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code