Site icon Revoi.in

G20 ડિનર દરમિયાન CM નીતિશ રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ સાથે જોવા મળ્યા

**EDS: INSTAGRAM IMAGE VIA narendramodi** New Delhi: President Droupadi Murmu, US President Joe Biden, Prime Minister Narendra Modi, Bihar Chief Minister Nitish Kumar and Jharkhand Chief Minister Hemant Soren at the Gala Dinner during the G20 Summit, in New Delhi, Saturday, Sept. 9, 2023. (PTI Photo)(PTI09_10_2023_000089B)

Social Share

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બાઈડેન સહિત G20 નેતાઓ અને પ્રતિનિધિઓનું ભારત મંડપમ, સમિટ સ્થળ પર એક ગાલા ડિનરમાં સ્વાગત કર્યું. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે તસવીરમાં જોવા મળ્યા હતા.

ભાજપ શાસિત રાજ્યો ઉપરાંત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ રાષ્ટ્રપતિની ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ ઝારખંડના મુખ્યમંત્રી જી20 ડિનર પાર્ટીમાં સામેલ થયા હતા. આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ જી-20 ડિનર કાર્યક્રમમાં સામેલ થયા હતા.

રાત્રિભોજન શરૂ થાય તે પહેલાં તેમણે એક મંચ પર મહેમાનોનું સ્વાગત કર્યું, જેની પૃષ્ઠભૂમિ બિહારમાં નાલંદા યુનિવર્સિટીના ખંડેર અને ભારતની અધ્યક્ષતામાં G20 ની થીમ હતી – ‘વસુધૈવ કુટુંબકમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’. નાલંદા યુનિવર્સિટીના ખંડેરો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. આ યુનિવર્સિટી વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક હતી