નવી દિલ્હીઃ બ્રિક્સમાં ગ્રુપ ફોટો દરમિયાન મહાનુભાવોને ક્યાં ઉભા રહેવુ તે માટે નીચે જે તે દિશના ધ્વજ રાખવામાં આવ્યાં હતા. પીએમ મોદી જ્યારે ફોટો માટે સ્ટેજ ઉપર આવ્યાં ત્યારે તેમણે સૌ પ્રથમ તિરંગાને જોઈને રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તે માટે તેને ઉઠાવી લીધો હતો અને સાચવીને પોતાના ખિસ્સામાં મુકી દીધો હતો. પીએમ મોદીનું અનુકરણ કરીને આફ્રિકાના રાષ્ટ્રપતિ રામફોસાએ પણ એવું જ કર્યું હતું.
જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટના ઓપન પ્લેનરી સત્રમાં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશોએ વૈશ્વિક દક્ષિણના હિતોને આગળ ધપાવવાની જરૂર છે અને ઔદ્યોગિક દેશોમાંથી આર્થિક પ્રગતિ વિકસાવીને આબોહવા પગલાંને સમર્થન આપવા માટે તેમની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાની જરૂર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટના ઓપન પ્લેનરી સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે બ્રિક્સને ભવિષ્ય માટે તૈયાર સંગઠન બનાવવા માટે, આપણે આપણી સંબંધિત સોસાયટીઓને પણ ભવિષ્ય માટે તૈયાર કરવી જોઈએ. આમાં ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 15મી બ્રિક્સ સમિટના ઓપન પ્લેનરી સત્રમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, આવતા વર્ષે રશિયા બ્રિક્સનું અધ્યક્ષપદ સંભાળશે. અમારી અધ્યક્ષતામાં વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો; અમે લગભગ 200 રાજકીય, આર્થિક અને જાહેર કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવીએ છીએ. ઓક્ટોબર 2024માં કાઝાન શહેરમાં BRICS સમિટ યોજાવાની છે.
PM નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ફળદાયી બેઠક કરી હતી. તેઓએ વેપાર સંબંધો વધારવા, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારત-દક્ષિણ આફ્રિકા ભાગીદારીને મજબૂત કરવા ચર્ચા કરી હતી.