- વરસાદમાં રાજસ્થાનની સુંદરતા વધે છે
- જયપુર,જેસલમેર જેવા સ્થળો ફરવા લાયક
રાજસ્થાનમાં ઘણા સુંદર સ્થળો આવે લા છે જે ચામાસામાં અઇતિ સુંદર બની જાય છે ત્યાના પહાોથી લઈને તળાવો જોવા લાયક બને છે,અહી અનેક એવા સ્થળો છે જ્યા તમે ચોમાસામાં જઈ શકો છો અને સાથે જ તમને પુર આવવાનું કે પછી હાડો પડવાનો ભય પમ નથી તેનાથી વિરુદ્ધ જો તમે હિમાચલ કે ઉત્તરાખમડની મુલાકાત લેશો તો તમારે કપરી સ્થિતિનો સામનો કરવો પડી શકેલ છથે એઠલે રાજસ્થાન ફરવા માટે આ સિઝનમાં બેસ્ટો ઓપ્શન છે એમ કહીએ તો ખોટૂં નથી,
આ રાજસ્થાનના પ્રખ્યાત તળાવો છે, જેની સુંદરતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
સાંભર તળાવ જયપુર કે જે રાજસ્થાનના પિંક સિટી જયપુરથી 80 કિમીના અંતરે આવેલું છે. તેને રાજસ્થાનના ‘સોલ્ટ લેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તળાવ 22.5 કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. તળાવ પાસે ‘શાકમ્બરી દેવી’નું મંદિર છે. જો તમે પણ મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સ્થળ શ્રેષ્ઠ છે.
ફોય સાગર તળાવ અજમેરમાં આવેલું છે આ માનવસર્જિત તળાવ છે. જે અજમેરના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. આ તળાવ 1892માં બનાવવામાં આવ્યું હતું. તેનો હેતુ અજમેરમાં પાણીની અછતને દૂર કરવાનો હતો. તમને જણાવી દઈએ કે આ તળાવની મૂળ ક્ષમતા 15 મિલિયન ક્યુબિક ફૂટ છે, અને પાણી 14,000,000 ચોરસ ફૂટ માં ફેલાયેલું છે. હવે આ તળાવ પ્રખ્યાત પિકનિક સ્પોટ પણ બની ગયું છે.
સિલિસેર તળાવ અલવર કે જે રાજસ્થાનનું સૌથી સુંદર તળાવ માનવામાં આવે છે. જે 7 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. તેની સ્થાપનાનો શ્રેય મહારાજા વિનય ખાનને આપવામાં આવે છે. આ તળાવની ખાસ વાત એ છે કે અહીં એક ભવ્ય લેક સ્થળ પણ છે. જે મહારાજાના પ્રિય હતા.
જો ઉદય પુરની વાત કરીએ તો આ જગ્યાને મનોહર શહેર પણ કહેવામાં આવે છે. અહીં રોમેન્ટિક વોક કરવામાં આવે છે. કપલ્સ આ જગ્યાને ખૂબ પસંદ કરે છે. અને જો તમે ઐતિહાસિક ઈમારતો જુઓ તો તમને રાજસ્થાનની સુંદરતા જોવા મળશે. તેના મહેલો, હવેલીઓ, ગુંજતી શેરીઓ અને સુંદર તળાવો માટે જાણીતું આ સ્થળ ‘પૂર્વનું વેનિસ’ અને ‘સરોવરોનું શહેર’ તરીકે પણ ઓળખાય છે.
હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે રાજધાની જયપુર સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જયપુરમાં છેલ્લા 24 કલાકમાં 89 મીમી વરસાદ નોંધાયો છે. ઘણા શહેરોમાં આજે પણ વરસાદને લઈને અલર્ટ જારી કરવામાં આવ્યું છે.