Site icon Revoi.in

કર્ણાટકની મુલાકાત દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો, યુવક દોડતો પીએમ પાસે આવ્યો

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિતેલા દિવસને 25 માર્ચે કર્ણાટકની મુલાકાતે હતા આ દરમિયાન પીેમ મોદીની સુરક્ષામાં ચૂંકનો મામલો સામે આવ્યો છે.પીએમ મોદી જ્યારે શનિવારે દાવણગેરેમાં  રોડ શો કરી રહ્યા હતા ત્યારે આ મામલો બન્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે એક યુવક પીેમ મોદીના  કાફલા તરફ દોડતો જોવા મળ્યો હતો. તેને જોતા જ કાફલાની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ અને પીએમના સુરક્ષાકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા અને તરત  જ યુવકને પકડી લીધો હતો.

ત્યાર બાદ આ યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. પીએમ મોદીની સુરક્ષામાં ગેરરીતિનો આ ત્રીજો મામલો સામે આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં કર્ણાટકના હુબલીમાં રોડ શો દરમિયાન એક યુવક પીએમ મોદીની નજીક આવ્યો હતો.આ સહીત આ અગાઉ પંજાબમાં પણ સુરક્ષાને લઈને હોબાળો મચ્યો હતો.

ગઈકાલે એટલે કે 25 માર્ચે કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

ડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારેકર્ણાટકના દાવણગોરેની મુલાકાતે હતા. અહીં તેમનો એક રૉડ શૉ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. રસ્તા પરથી પીએમ મોદીનો કાફલો પસાર થઇ રહ્યો હતો અને બંને તરફ સમર્થકોની મોટી ભીડ એકઠી થઇ હતી અને ‘મોદી..મોદી’ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. લોકો પીએમનું સ્વાગત કરી રહ્યા હતા કે અચાનક એક યુવક દોડતો દોડતો આવી જાય છએ જો કે તરત પોલીસ તેને ઝડપી પાડે છે.પીએમની સુરક્ષામાં તહેનાત SPGના જવાનો અને કર્ણાટક પોલીસના અધિકારીઓએ સતકર્તા દાખવીને તેને પકડી લીધો હતો.