Site icon Revoi.in

દશેરાએ કરો 3 વસ્તુઓનું કરવું જોઈએ ગુપ્ત દાન

Social Share

આપણા દેશમાં તહેવારો આવે એનો મતલબ એક જ હોય કે દરેક પરિવારમાં સુમેળ ભર્યા સંબંધો બને અને દરેક લોકો રાજીખુશીથી રહે. આપણા દરેક તહેવારોમાં લોકોને કઈને કઈ કહેવામાં આવતું હોય છે અને તેની પાછળના કારણ પણ છે તો દશેરાના સમયમાં જો આ વસ્તુઓનું દાન કરશો તો માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસી શકે છે.

દશેરાનાં દિવસે સુખ-સમૃદ્ધિ આપનારા આ પર્વએ એવું કામ કરવું જોઇએ જેનાંથી મા લક્ષ્મી પ્રસન્ન થતી હોય છે. દશેરાનાં દિવસે ત્રણ વસ્તુઓનું ગુપ્ત દાન કરવાથી મા લક્ષ્મી જલ્દી જ પ્રસન્ન થાય છે. દશેરાનાં દિવસે કોઇપણ મંદિરમાં નવાં ઝાડુંનું દાન કરો. આ દરમિયાન મા લક્ષ્મીથી સુખ- સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરો. આ ઉપરાંત દશેરાનાં દિવસે રાવણ દહન બાદ, અન્ન, જળ અને કપડાંનું દાન કરો. એવું કરવાંથી મા લક્ષ્મી મહેરબાન રહે છે. અને ક્યારેય રૂપિયા-પૈસાની કમી નથી હોતી. આ દિવસે પક્ષીઓને ચણ નાંખો. અને માછલીને લોટ. એમ કરવાંથી ઘરમાં અનપૂર્ણાનો વાસ રહે છે.

આ ઉપરાંત દશેરા અંગે એક એવી માન્યતા પણ છે કે, આ દિવસે સોનું, ચાંદી, ગાડી જેવી કિંમતી વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. તેની ખરીદી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત દશેરાનાં દિવસે નીલકંઠ પક્ષીનાં દર્શન કરવા અને પાન ખાવું પણ શુભ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અહીં આપવાંમાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને તેના પર કોઈ દાવો કે તેની કોઈ પૃષ્ટિ પણ કરવામાં આવતી નથી.