Site icon Revoi.in

રાજકોટના રોડ પર જલ્દીથી દોડી શકે છે ઈ-બસ, કાલે ટ્રાયલ પૂર્ણ થશે

Social Share

રાજકોટ:  રાજ્યમાં સતત વધતા જતા ટ્રાફિકને લઈને સરકાર દ્વારા યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હવે સરકાર પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવા, પ્રદૂષણ ઘટાડવા અને લોકોની માગને પહોંચી વળવા માટે ઈલેકટ્રીક બસને પ્રોત્સાહન આપી રહી છે.

રાજકોટ શહેરમાં પણ અત્યારે ઈલેક્ટ્રિક બસના ટ્રાયલ માટે 1 ચલાવવામાં આવી રહી છે. ઇલેકટ્રીક બસની ટેસ્ટિંગ બાદ અને કેન્દ્ર સરકારની ટેસ્ટિંગ સર્ટિફિકેટ આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ શહેરમાં ચલાવવામાં આવશે.

આગામી થોડા સમય બાદ 35 ઈલેક્ટ્રીક બસ રાજકોટ મહાનગરપાલિકાને મળી જશે. ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 80 ફૂટ રોડ પર ચાર્જીંગ પોઈન્ટની કામગરી ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે.

રાજકોટ મહાનગરપાલિકા સિટી બસ સેવા માટે 90 સિટી બસ તેમજ 10 બસ બી.આર.ટી.એસ. રૂટ પર ચલાવવામાં આવે છે. હાલમાં, કોરોના મહામારીના કારણે તેમજ સરકારની ગાઈડલાઈન અનુસાર 42 સિટી બસ અને 8 બી.આર.ટી.એસ. બસ ચલાવવામાં આવી રહી છે.

જો કે મહત્વની વાત છે એ છે કે રાજકોટ શહેર પણ દિવસે ને દિવસે પ્રગતિના પંથે ચાલી રહ્યુ છે અને લોકો દ્વારા સતત લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ વધી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે આગામી પગલા લીધા છે જેથી કરીને રોજ લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા લોકોને તકલીફ પડશે નહી.