Site icon Revoi.in

યુપીમાં મુખ્ય માર્ગો પરથી દૂર કરવામાં આવશે ઈ-રિક્ષા,સરકારે તમામ જિલ્લાઓને મોકલ્યો પત્ર

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવામાં આવશે.આ અંગે સરકારે તમામ જિલ્લાના ડીએમને પત્ર મોકલ્યો છે.આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જામની સમસ્યા દૂર કરવી સૌથી જરૂરી છે.આ માટે શહેરોના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવા ખૂબ જરૂરી છે.

સરકાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,ઈ-રિક્ષા અકસ્માતોનું કારણ બની રહી છે. જેના કારણે હવે મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષાઓ હટાવવામાં આવશે. આ માટે પ્રમુખ સચિવ પરિવહન અને આયુક્તે ગાઈડલાઈન આપી છે.

જિલ્લા મેજિસ્ટ્રેટને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે,ઈ-રિક્ષાઓ હટાવતા પહેલા ફીડર રોડ નક્કી કરવામાં આવશે.ઈ-રિક્ષા લીંક રૂટ દ્વારા હેડક્વાર્ટર આવશે

પ્રમુખ સચિવ પરિવહન અને આયુક્ત એલ વેંકટેશ્વર લુ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,ટ્રાન્સપોર્ટ, પોલીસ, ટ્રાફિક, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે સંબંધિત જિલ્લામાં સર્વે હાથ ધરવો જોઈએ.સંયુક્ત સર્વે કર્યા બાદ ઈ-રિક્ષા માટે ફીડર રૂટ નક્કી કરવો જોઈએ.આ સાથે દર મહિને મળનારી જિલ્લા માર્ગ સુરક્ષા સમિતિઓની બેઠકમાં પણ તેની સમીક્ષા કરવી જોઈએ.

ટ્રાન્સપોર્ટ કમિશનરે મુખ્ય રૂટ પરથી ઈ-રિક્ષાને હટાવવાની સાથે ફીડર રૂટ નક્કી કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે. મુખ્ય માર્ગોને જોડતા માર્ગને ફીડર માર્ગ તરીકે નામ આપવામાં આવ્યું છે. જેમાં દરેક રૂટ પર મુસાફરોનું લોડ ફેક્ટર નક્કી કરીને વાહનોની સંખ્યા નક્કી કરવાની હોય છે.