Site icon Revoi.in

ભારત પ્રવાસ કરતા યુકેના નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરી શરૂ કરવામાં આવી

Social Share

દિલ્હી:લંડનમાં ભારતના હાઈ કમિશને સોમવારે ભારતમાં મુસાફરી કરવા ઈચ્છતા બ્રિટિશ પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) પ્રક્રિયા પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં વિઝાની ભારે માંગ વચ્ચે આ પગલાને આવકારવામાં આવે તેવી શક્યતા છે.બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દુરાઈસ્વામીએ કહ્યું કે,આ સેવા તરત જ શરૂ થઈ જશે.

લંડનમાં હાઈ કમિશનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે,પ્રવાસીઓ આ અઠવાડિયાથી ભારત આવવા માટે ઈ-વિઝા માટે અરજી કરવાનું શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે,સિસ્ટમને અપગ્રેડ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ભારતીય વિઝા વેબસાઈટ ટૂંક સમયમાં ઈ-વિઝા અરજીઓ સ્વીકારશે.દુરાઈસ્વામીએ ટ્વિટર પર એક વીડિયો દ્વારા જણાવ્યું કે, “આજના મોટા સમાચાર એ છે કે અમે ફરી એકવાર ઈ-વિઝા શરૂ કરવા જઈ રહ્યા છીએ.આ સાથે બ્રિટનના મિત્રો પ્રમાણમાં સરળતાથી ભારત પ્રવાસ કરી શકશે.આ જાહેરાતના વખાણ થઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ગયા મહિને ઇન્ડોનેશિયામાં આ મુદ્દે ચર્ચા કરવા માટે G20 સમિટ દરમિયાન મળ્યા હતા,તે પછી બ્રિટિશ સંસદમાં આ મુદ્દો સામે આવ્યો છે.ઇ-વિઝાની જાહેરાત પહેલા, ભારતીય વિઝા પ્રક્રિયાને મજબૂત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં સેન્ટ્રલ લંડનમાં નવા ભારતીય વિઝા સેન્ટરની શરૂઆત અને ‘વિઝા એટ હોમ’ સુવિધાનો સમાવેશ થાય છે.કોવિડ મહામારીને પગલે યુકેથી ભારતની મુસાફરીની વધતી જતી માંગને પહોંચી વળવા આ પગલાં લેવામાં આવી રહ્યા છે.