Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં પહેલાની સરકારો ખેડૂતોનું ભલુ ઈચ્છતી ન હતીઃ પીએમ મોદી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી બિજનોરમાં વિશાળ રેલીને સંબોધિત કરવાના હતા. જો કે, ખરાબ વાતાવરણને કારણે આ રેલી અંતિમ ઘડીએ રદ કરવામાં આવી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી. વડાપ્રધાને મતદારોની માફી માંગતા કહ્યું હતું કે, ખરાબ વતાવારણને કારણે આવી નથી શકશો. નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, પહેલાની સરકારો ખેડૂતોનું ભલુ ઉચ્છતી ન હતી. જ્યારે યોગીના શાસનમાં વિકાસ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચૌધરી ચરણસિંહજીના આદર્શોને અપનાવીને તમામ ખેડૂતોનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને તેમનું સન્માન જળવાય એ અમારો ધ્યય છે. પહેલાની સરકારોમાં યુરીયા ખાતર માટે ખેડૂતોએ લાકડીઓ પણ ખાધી છે. તેઓ ખેડૂતોનું ભલુ ઈચ્છતા ન હતા અને ખેડૂતો સાથે ગદ્દારી કરતા હતા. આજે એ લોકો ચૌધરી ચરણસિંહજીની વિરાસતની દુહાઈ આપીને આપને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે, પહેલાની સરકારોમાં જેટલા ઘઉંની ખરીદી થતી હતી તેનાથી બે ગણી ખરીદી યોગી સરકારમાં ટેકાના ભાવે કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, તેઓ ફરીથી સત્તામાં આવશે તો ગુંડાઓના સ્વપ્ન પૂર્ણ થશે. અસામાજીક તત્વો સપાની સરકાર લાવવા માંગે છે. ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં વિકાસ થયો છે. નકલી સમાજવાદીઓના શાસનમાં વિકાસ અટકાયો હતો. તેઓ પોતની અને નજીકના લોકોની તરસ બુજાવતા હતા. તેમણે સામાન્ય નાગરિકની તરસ, ગરીબી મુક્ત કરવાની તસર સાથે કોઈ લેવા દેવા ન હતો. હાલ જે લોકો નાત-જાતના નામે વોટ માંગી રહ્યાં છે તેમને સત્તામાં આવ્યાં બાદ માત્ર પોતાનો પરિવાર જ યાદ રહેશે.