Site icon Revoi.in

પહેલા તો આ ખેડૂતે અશક્યને શક્ય બનાવી કચ્છમાં સ્ટ્રોબેરીની ખેતી કરી, હવે કર્યો વધુ એક કમાલ

Social Share

કચ્છ : ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂતે સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન કર્યું અને હવે તેમણે ફરીવાર નવો કમાલ કર્યો છે. આ ખેડૂતો 3 એકર જમીનમાં એક્સોટિક વેજીટેબલનું સફળ ઉત્પાદન કર્યું છે. ખેડૂતો આજકાલ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. અગાઉ સ્ટ્રોબેરીના સફળ વાવેતર અને ઉત્પાદન બાદ હવે એક્સોટિક વેજીટેબલનું પણ ઉત્પાદન કરાયું છે.

જાણકારી અનુસાર જીમ શોખીન અને ડાયટ ફોલો કરતાં લોકો માટે સલાડ ઉપયોગી શાકભાજીનું સફર વાવેતર અને ઉત્પાદન કરાયું છે. એક્સોટિક વેજીટેબલ છે તે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થાય છે અને તેને હાલ સારી એવી માગના કારણે ગુજરાતના મેટ્રો સિટીમાં મોકલવમાં આવે છે.

કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ વિદેશમાં ઉત્પાદિત થતાં પાકોનું કચ્છમાં ઉત્પાદિત કરી રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદીત થઈ રહ્યું છે.

છેલ્લાં 2 વર્ષોથી ચાલી રહેલા કોરોના કાળમાં લોકોની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો છે તેમજ કોરોના કાળમાં લોકો શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે પૂરતા પોષકતત્ત્વો મળી રહે તે માટે આવા વેજીટેબલનું ઉપયોગ વધારે કરી રહ્યા છે અને બજારમાં પણ આજકાલ આવા એક્સોટિક વેજીટેબલની માંગ પણ વધી ગઈ છે.