ભારતમાં આ વર્ષે ચોમાસાની વહેલી થશે એન્ટ્રી, 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે
દિલ્હીઃ ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગે આગામી કરી છે. દરમિયાન આ વર્ષે ભારતમાં ચોમાસુ એક દિવસ વહેલું ભારતમાં પ્રવેશ લેશે. સામાન્ય રીતે કેરળના દરિયાકાંઠે તા. 1લી જૂનના રોજ ચોમાસુ પહોંચે છે. જો કે, આ વર્ષે 31મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. તેમજ હાલ કેરળમાં ચોમાસા માટે અનુકૂળ હોવાનું હવામાન વિભાગે માને છે. તાજેતરમાં ભારતના દરિયાકાંઠે બે વાવાઝોડા ટરકાયાં હતા. જેથી ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઓડિશામાં વરસાદ વરસ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. હાલ ચોમાસું માલદીવ કોમોરિન ક્ષેત્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું હતું તેની ઉપર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સોમવારે કેરળમાં ચોમાસુ દસ્તક દેશે. ચોમાસુ ગુરૂવારે માલદીવ-કોમોરિન વિસ્તારના અમુક ભાગ અને દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી, દક્ષિણ પૂર્વી બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તાર અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીના અમુક ભાગોમાં આગળ નિકળી ગયુ છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં 31 મેના રોજ ચોમાસાનું આગળ થવાની અનુકૂળ પરિસ્થિતી છે. વાવાઝોડાના કારણે અરબ સાગરથી ઉપર ચોમાસાનો પ્રવાહ ખેંચવામાં મદદ મળી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ 15મી જૂનની આસપાસ પહોંમાસુ બેસવાની શકયતા છે. આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસુ સારુ રહેવાની શકયતા છે. જેથી ચોમાસુ વાવેતર પણ વિપુલ થવાની શકયતા છે.