Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કરાણે અનેક જગ્યાએ ભૂસ્ખલન

Social Share

શ્રીનગરઃ- દેશભરમાં ભારે તોમાસાની શરુઆત થઈ ગઈ છે,અનેક વિસ્તારોમાં વપસાદનો કહેર જોવા મળી રહ્યો છે જો દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરની વાતકરીએ તો અંહી બારામુલામાં વાદળ ફાટવાની ઘટના બની છે.આ સાથે જ તમામ  પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થી રહ્યો છે.

બારામુલ્લાના હમામ માર્કૂટ ગામમાં વાદળ ફાટ્યા બાદ અચાનક પાણી ભરાઈ જવાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ રસ્તામાં અટવાયા હચતા . જણાવવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓની સાથે જંગલમાં કામ કરવા ગયેલા લોકો પણ ફસાયા હતા.આમ લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,

જમ્મુ-કાશ્મીરની જેમ ઉત્તરાખંડમાં પણ વરસાદ આફતની જેમ તૂટી પડ્યો છે. બુધવારે ભારે વરસાદને કારણે જોશીમઠમાં વેલી ઓફ ફ્લાવર્સમાં એક પુલ તૂટી ગયો હતો. જેના કારણે 140 જેટલા પ્રવાસીઓ રસ્તામાં અટવાયા હતા. લોકો ફસાયા હોવાના સમાચાર મળતા જ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.આ સાથે જ  રાજ્યમાં ઘણી જગ્યાએ અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, જેના કારણે ટ્રાફિક માટે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.

જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધી વરસાદનો કહેર જોવા મળી રહ્યો  છે. જ્યારે બારામુલ્લામાં વાદળ ફાટવાને કારણે તબાહી સર્જાઈ હતી, તો જોશીમઠમાં પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

જો કે આ સાથે જ રાહતની વાત એ હતી કે વરસાદના કારણે આવેલા પૂરને પાર કરવાનું જોખમ કોઈએ લીધું ન હતું અને દરેકના જીવ બચી ગયા હતો. જો કે પાણીના જોરદાર પ્રવાહને કારણે પાક અને વૃક્ષોને ભારે  નુકસાન થયું છે. આ સાથે ડોડા જિલ્લાના કહારા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.લોકોની દૈનિક ક્રિયાઓ ખોરવાઈ છે.

જો ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં બુધવારે, એક નિર્માણાધીન પુલનું શટર પલટી જતાં ત્યાં કામ કરતા બે મજૂરોના મોત થયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવેલા છ મજૂરોને રૂદ્રપ્રયાગ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ રસ્તાઓ પર ભૂસ્ખલનના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી,લોકોની અવર જવર પર તેની અસર પડી હતી, જો કે કોઈએ રસ્તા પરથી પસાર થવાની જહેમત ન ઉઠાવતા જાનહાની ટળી હતી.