ફરી આવ્યો ભૂકંપઃ ભારત,મેક્સિકો,થાઈલેન્ડ બાદ કેલિફોર્નિયામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ
દિલ્હી : વિશ્વના ઘણા ભાગો ભૂકંપથી ધ્રૂજી રહ્યા છે. બે દિવસ પહેલા ભારતના પહાડી વિસ્તારોમાં ધરતી ઘણી વખત ધ્રૂજી હતી. આ પછી મોડી રાત્રે મેક્સિકોના ઘણા ભાગોમાં ભૂકંપ આવ્યો હતો. હવે અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. અમેરિકાની નજીક મેક્સિકોમાં પણ રવિવાર અને સોમવારે રાત્રે 2 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. બીજી તરફ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ થાઈલેન્ડની ધરતી પણ સોમવારે ભૂકંપના આંચકાથી હચમચી ગઈ હતી. રાજધાની બેંકોક પણ ભૂકંપથી હચમચી ગયું હતું. મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમાર અને થાઈલેન્ડના દક્ષિણી તટીય વિસ્તારમાં સોમવારે ભૂકંપ આવ્યો હતો. જો કે હાલ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.
મ્યાનમારના હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશના સૌથી મોટા શહેર યગૂનથી લગભગ 152 કિમી દૂર દક્ષિણમાં સવારે 8:10 વાગ્યે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
થાઈલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું કે સવારે લગભગ 8.40 વાગ્યે 6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ રાજધાની બેંકોક અને નજીકના નોન્થાબુરી પ્રાંતમાં અનુભવાયો હતો, જ્યારે તેનું કેન્દ્રબિંદુ લગભગ 450 કિલોમીટર દૂર હતું. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.6 માપી હતી. થાઈલેન્ડ સરકારના ભૂકંપ મોનિટરિંગ સેન્ટરની વેબસાઈટ અનુસાર, બેંકોકમાં બહુમાળી ઈમારતોમાં રહેતા ઘણા લોકોએ 15 થી 30 સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા હોવાની જાણ કરી હતી. ભૂકંપથી કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.
ભારતના પર્વતીય વિસ્તારોમાં ધરતીકંપના સતત આંચકાઓ વચ્ચે સોમવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે અમેરિકન ખંડના દેશ સેન્ટ્રલ મેક્સિકોના દરિયાકાંઠે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાની મ્યુનિસિપાલિટીથી 2 કિમી દક્ષિણપૂર્વમાં હતું.