ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી
દહેરાદૂનઃ- દેશભરના પહાડી રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપની ઘટનાો સામાન્ય બનતી જઈ રહી છએ ત્યારે ઉત્તરાખંડ પણ એવું રાજ્ય છે કે જ્યા સતત ભૂકંપના આચંકાઓ આવવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત ઉત્તરકાશીની ઘરા ઘ્રુજી ઉઢી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના ઉત્તકાશીમાં આજરોજ ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી.
જો કે વહેલી સવાર હોવાથી મોટાભાગના લોકો સુતા હતા પરંતુ અનેક લોકોએ આ ઝટકા અનુભવ્યા હતા તો જે લોકો ઘરમાં જાગી ગયા હતા તેઓ ઘરની બહાર આવી ગયા હતા.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એ માહિતી આપી હતી કે તેહસીલ કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ અને જિલ્લાના વાયરલેસ દ્વારા માહિતી લેવામાં આવી છે. જેમાં તેહસીલ બાર્કોટ, પુરોલા અને નૌગાન વિકાસ બ્લોક્સમાં હળવા ભૂકંપના કંપન અનુભવાયા છે. કોઈપણ પ્રકારના નુકસાનને લગતી કોઈ માહિતી ક્યાંય પણ પ્રાપ્ત થઈ નથી
આ અગાઉની જો વાત કરીએ મંગળવારે સાંજે, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના કંપન અનુભવાયા હતા. મંગળવારે બપોરે ભૂકંપના કંપન 2.51 વાગ્યે અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.2 પર માપવામાં આવી હતી.