દિલ્હી:ભૂકંપની ઘટનાઓ સતત સામે આવી રહી છે.અગાઉ તુર્કી અને સીરિયામાં ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે.હવે અન્ય દેશોમાં પણ ભૂકંપના ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.મણિપુરના નોનીમાં મંગળવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તાજિકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.તેવી જ રીતે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, મંગળવારે રાત્રે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપ રાત્રે લગભગ 2:46 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિલોમીટર હતી.
આ પહેલા 19 ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના NTR જિલ્લાના નંદીગામા શહેરમાં ભૂકંપ આવ્યો હતો. જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.રવિવારે સવારે લગભગ 7.13 કલાકે આંચકા અનુભવાયા હતા અને 3.4 સેકન્ડ સુધી રહ્યા હતા.ગભરાટમાં આવી ગયેલા રહીશો ઘરોમાંથી બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા.