નવી દિલ્હીઃ તુર્કીની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી છે. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ નોંધાયો હતો. જો કે, આ તાજેતરના આંચકા પછી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. બીજી તરફ હજુ પણ જોરશોરથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ભારત સહિત દુનિયાના અનેક દેશના જવાનો બચાવ કામગીરીમાં જોડાયાં છે. એટલું જ ભૂકંપ પીડિત તુર્કી અને સિરિયામાં ભારત, અમેરિકા સહિતના દેશોએ જરૂરી મદદ પુરી પાડી છે.
તૂર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભૂકંપના બાદ અવાર-નવાર આફટર શોક આવી રહ્યાં છે. દરમિયાન તૂર્કીયમાં ફરી એકવાર ધરાધ્રુજી હતી. જેની લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા 5.2 નોંધાઈ હતી. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ આંચકામાં કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી. હાલ મોટી સંખ્યામાં ભૂકંપપીડિતો રાહત કેમ્સમાં રહી રહ્યાં છે.
ભૂકંપ પીડિતો સુધી રાહત સામગ્રી સતત પહોંચાડવામાં આવી રહી છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ ભારતીય સેના સતત એક્શન મોડમાં છે. રેસ્ક્યુ ઓપરેશનથી લઈને ઘાયલોની સારવાર સુધી સેના સતત બંને દેશોની મદદમાં લાગેલી છે. જોકે સીરિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભૂકંપના કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે, પરંતુ વિદ્રોહીઓએ આ વિસ્તારો પર કબજો જમાવ્યો હોવાને કારણે રાહત સામગ્રી પહોંચાડવામાં અડચણ આવી રહી છે.