Site icon Revoi.in

નેપાળમાં ભૂકંપના આંચકા,જાણો તેની તીવ્રતા

Social Share

દિલ્હી:નેપાળની રાજધાની કાઠમાંડુમાં વહેલી સવારે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુ થી 166 કિમી ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. હાલ આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી નથી.

હાલના સમયમાં ભારતીય ઉપખંડમાં ભૂકંપના આંચકા અવારનવાર આવ્યા છે.ગયા મહિને જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપ આવ્યો હતો, જો કે ભૂકંપની તીવ્રતા વધુ ન હતી.જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં ભૂકંપ આવ્યો હતો.તેની તીવ્રતા 3.5 હતી.જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.તેની તીવ્રતા પણ ઘણી ઓછી હતી.રિક્ટર સ્કેલ મુજબ તેની તીવ્રતા 3.2 હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.