તૂર્કી અને સિરીયામાં ગોઝારા ભૂકંપથી 70 લાખથી વધારે બાળકો થયા અસરગ્રસ્ત
નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં હાલ જોરશોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. બંને દેશમાં અત્યાર સુધીમાં લગભગ 41 હજાર વ્યક્તિઓના અવસાન થયાં છે. ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશો બચાવ કામગીરીમાં જોડાયાં છે. દરમિયાન આ બંને દેશમાં ગોઝારા ભૂકંપથી લગભગ 70 લાખ બાળકોને અસર પડી છે. ભૂકંપમાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયાં છે.
તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ 7થી વધારેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકાથી અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ હતી. તેમજ કાટમાળ નીચે હજારો વ્યક્તિઓ દબાયાં હતા. ગોઝારા ભૂકંપ બાદ ભારતે સૌથી પહેલા બંને દેશમાં મદદ મોકલી હતી. તેમજ બચાવ ટીમ અને તબીબોની ટીમ તથા જરુરી વસ્તુઓ મોકલવામાં આવી હતી. દુનિયાના અનેક દેશો હાલ બંને દેશમાં બચાવ કામગીરી ચલાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 41 હજારથી વધારે લોકોના મોત થયાં હતા. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં બાળકો ઈજાગ્રસ્ત થયાં છે. યુએનના મતે આ ભૂકંપથી બંને દેશમાં લગભગ 70 હજાર જેટલા બાળકો અસરગ્રસ્ત થયાં છે.