Site icon Revoi.in

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

Social Share

અંદામાન નિકોબાર કે જ્યાની ઘરા અવાન નવાર ઘ્રુજી ઉઠે છે ત્યારે ફરી એક વખત અહી ઘરતી ઘ્રુજી ઉઠવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે  ાજે શનિવારના રોજ વહેલી સવારે અહી ફરી એક વખત ઘરતીકંપ આવ્યો હોવાની ઘટના બની છે.

મળતી વિગત પ્રમાણે ભારતના દક્ષિણમાં સ્થિત આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજરોજ શનિવારે સવારે 6 વાગ્યેને 58 મિનિટ આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.4 માપવામાં આવી હતી. સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 70 કિમી નીચે નોંધવામાં આવ્યું છે.કેન્દ્ર બિંદુ આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરથી 106 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં નોંધાયું છે.ઉલ્લેખનીય છે કે આ પ્રથમ કે બીજી વાર નથી કે જ્યાે અંદામાન નિકોબારની ઘરા ઘ્રુજી હોય આ પહેલા પણ અહી અવાર નવાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે.આ સાથે જ દેશની જ્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત બનતી જોવા મળી છે.