બંગાળની ખાડીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતા નોંઘાઈ
દિલ્હીઃ દેશભરના વિવિઘ સ્થળો ભૂકંપના આચંકાો આવવાની ઘટનાો સામે આવી રહી છએ ત્યારે હવે બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આચંકાઓ અનુભવાયા છે. જો કે ભારતમાં ઘણા મહિનાઓથી પહાડી રાજ્યો સહીત દિલ્હીમાં અનેક વખત આચંકાો આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારની મોડી રાત્રે બંગાળની ખાડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રવિવારની મોડી રાત્રે એટલે કે સોમવારે રાત્રે 1 વાગ્યેને 29 મિનિટે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 70 કિમી નોંધવામાં આવી છે.
Earthquake of Magnitude:4.4, Occurred on 11-09-2023, 01:29:06 IST, Lat: 9.75 & Long: 84.12, Depth: 70 Km ,Location: Bay of Bengal, India for more information Download the BhooKamp App https://t.co/dlbYVQtvmC @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 pic.twitter.com/RjHpwOy78z
— National Center for Seismology (@NCS_Earthquake) September 10, 2023
બીજી તરફ અગાઉ અફઘાનિસ્તાન અને તિબેટમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી હતી. શુક્રવારે રાત્રે આવેલા વિનાશક ભૂકંપના કારણે મોરોક્કોમાં પણ ભારે તબાહી મચી ગઈ છે.