નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન મણિપુરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના આંચકાની તિવ્રતા લગભગ 3.9 જેટલી નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ નુકશાન નહીં થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મણિપુરમાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા 3.9 જેટલી નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો મણિપુરના ઉખરુલમાં વહેલી સવારે 6.56 કલાકે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ જમીનમાં 90 કિમી અંદર હોવાનું જાણવા મળે છે. સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર સલામત સ્થળ પર દોડી ગયા હતા. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પૃથ્વીના પેટાળમાં 7 પ્લેટસ છે જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધારે અથડાય છે આ ઝોનને ફોલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર અથડાવવાથી પ્લેટ્સના ખુણા વળી જાય છે. જ્યારે વધારે દબાણ બને છે ત્યારે પ્લેટ તુટી જાય છે. નીચેની ઉર્જા બહાર નીકળવા માટે રસ્તો શોધે છે અને ડિસ્ટબેંસ બાદ ભૂકંપ આવે છે.
(તસ્વીરઃ પ્રતિકાત્મક)