Site icon Revoi.in

ઉત્તર ભારતમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જમ્મુ-કાશ્મીરમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

Social Share

નવી દિલ્હીઃ ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. દરમિયાન દેશમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમ્મુ-કાશ્મીરમાં નોંધાયું હતું. તેમજ તેની તીવ્રતા 5થી વધારેની નોંધાઈ છે. 20 સેકન્ડ સુધી ધરતીકંપની અસર જોવા મળી હતી.

ઉત્તર ગુજરાતના દિલ્હી, એનસીઆર, હરિયાણા સહિતના વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. અચાનક ધરા ધ્રજતા લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળ્યાં હતા. લગભગ દોઢેક કલાકે ધરતીકંપ આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરથી લઈને ચંદીગઢ સુધી લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી એટલે કે એનસીએસના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમ્મુ-કાશ્મીરના ડોડામાં નોંધાયું હતું. તેમજ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર લગભગ 5.4 નોંધાઈ હતી. યુરોપિયન મેડેટેરેનિયમ સીસ્મોલોજિક્લ સેન્ટર (ઈએસપીસી)ના અનુસાર જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડાથી 30 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં નોંધાયું હતું. તેમજ રિક્ટર સ્કેલ ઉપર 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. બીજી તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડુ સક્રિય થયું છે અને ધીમે-ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી બંદર વચ્ચે ટકરાવવાની શકયતા છે. દરમિયાન ઉત્તર ભારતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો હતો.