Site icon Revoi.in

વિનાશ સર્જાયેલા તુર્કીમાં આજે ફરી ભૂકંપ આવ્યો – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.9 નોધાઈ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસે તુર્કીમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપના કારણે હજારો લોકોના જીવ ગયા છે ભારતે પણ તુર્કી સામે મદદનો હાથ લંબાવ્યો છે અંદાજે ભૂકંપમાં 4 હજારથી વધુ લોકોના મોતનો એહેવાલ મળી રહ્યો છે ત્યારે ફરી એક વખત આજે તુર્કીમાં ભૂકંપ આવ્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

તબાહી વચ્ચે તુર્કીમાં  મંગળવારે સવારે આવેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વેની વેબસાઈટ પ્રામણે આજરોજ મંગળવારે  તુર્કીમાં ભૂકંપનો મોટો ઝટકો અનુભવાયો હતો.
વિનાસ સર્જાયેલા તુર્કીમાં આજે સવારે 9.45 કલાકે આંચકા નોંધાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 હતી. ભૂકંપમાં કુલ મૃત્યુઆંક 4 હજાર 300ને વટાવી ગયો છે. તે જ સમયે, સીરિયામાં ભૂકંપના કારણે મચેલી તબાહીને કારણે અત્યાર સુધીમાં 1 હજારથી પણ વધુ  લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે મોટા ભૂકંપના આંચકા પછી પણ તુર્કી અને સીરિયાના સરહદી વિસ્તારમાં લગભગ 100 ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉલ્લેખનીય છે કે  તુર્કીમાં 24 કલાકમાં ચોથી વખત ધરતી ધ્રૂજી ઉઠી છે, તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી.