Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.1 ની તીવ્રતા નોંધાઈ

Closeup of a seismograph machine earthquake

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.તેની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે 1.5 કલાકે આવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું.હાલમાં રાહતની વાત એ છે કે આ ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે.એવું કહેવામાં આવ્યું છે કે,ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું.પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેના આંચકા જમ્મુ-કાશ્મીર સુધી અનુભવાયા હતા.

વીતેલા મહિનામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.તેમાં હિમાચલ પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાં અનુભવાયા હતા.

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે.વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે.જ્યારે દબાણ વધવાનું શરૂ થાય છે જેથી પ્લેટો તૂટવાનું શરૂ કરે. તેમના ભંગાણને કારણે અંદરની ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે.આ વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.