- બીકાનેરમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ
- ભૂકંપના તીવ્ર આંચકા અનુભવતા લોકો
રાજસ્થાનના બીકાનેરમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ સવારે 8:01 વાગ્યે બીકાનેરમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ બીકાનેરથી 420 કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં રહ્યું હતું. ભૂકંપને કારણે કોઈપણ પ્રકારનું જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.ભૂકંપના તીવ્ર આંચકાથી લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.
આ પહેલા બીકાનેરના ખાજુવાલા વિસ્તારમાં શનિવારે સવારે 8.27 વાગ્યે હળવા આંચકા અનુભવાયા હતા, જો કે બીકાનેર શહેરમાં આંચકા અનુભવાયા ન હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રિક્ટર સ્કેલ પર 28.95N અને 73.52E નોંધાયું હતું.
આ પહેલા 17 નવેમ્બરના રોજ જોધપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલમાં ૩.0 ની તીવ્રતા નોંધાઈ હતી, તેનું કેન્દ્રબિંદુ જોધપુરથી 108 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 6:57 વાગ્યે સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈ પર આવ્યો હતો.
-દેવાંશી