Site icon Revoi.in

આંઘ્રપ્રદેશમાં મોડી રાતે ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આચંકાઓ આવવાના બનવો વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે આજે ફરી એક વખત આંઘ્રવપ્રદેશમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આંધ્રપ્રદેશના તિરુપતિમાં મોડી રાત બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રાત્રીના લગભગ 1 વાગ્યેને 10 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ ભૂકંપ ઓછી તિવ્રતાનો હતો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.જો કે મોટા ભાગના લોકો રાતનો સમય હોવાથી સુતા હતા એટલે ભયનો માહોલ નહતો, જો કે સામાન્ય ઘ્રુજારીઓનો અનુભવ થયો હતો.આ સાથે જ કોઈ નુકશાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.