- રાજધાનીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
- ભૂકંપની તીવ્રતા 2.8
દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે ભૂકંપના આચંકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર ભુકંપની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે, મળતી માહિતી મુજબ આજે સવારે 9 વાગ્યેને 15 મિનિટ આસપાસ પશ્વિમ દિલ્હીમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.
જો કે, આ ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હતી કે લોકોને ખબર પણ નહોતી પડી કે આચંકા આવ્યા છે. વિતેલા વર્ષમાં પણ દિલ્હી-એનસીઆરમાં જુદી જુદી તીવ્રતાના આવા ઘણા ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપની દ્રષ્ટિ દિલ્હી સંવેદનશીલ ક્ષેત્રમાં પડતી રહેતી હોય છે. વૈજ્ઞાનિકોનું આ અંગે કહેવું છે કે જો અહીં વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો જદાન-માલ અને લોકોને ઘણું નુકસાન કરી શકે છે.
સાહિન-