Site icon Revoi.in

રાજકોટના ગોંડલમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલમાં વહેલી સવારે 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 29 કિલોમીટર દૂર પાંચપીપળામાં નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 29 કિમી દૂર પાંચપીપળાના ભૂગર્ભમાં 12.3 કિમીની ઉંડાઈએ નોંધાયું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા આવે છે. તાજેતરમાં જ રાજકોટમાં એક જ દિવસમાં ભૂકંપના 3 આંચકા આવ્યાં હતા. જેનું એપી સેન્ટર લોધિકા નજીક નોંધાયું હતું. તેમજ આસપાસના માખાવડ સહિતના ગામોમાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો.