અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ભૂકંપના અવાર-નવાર આંચકા નોંધાય છે. દરમિયાન કચ્છમાં ગણતરીના કલાકોમાં જ એક બાદ એક એમ ભૂકંપના 3 આંચકા નોંધાયાં હતા. જો કે, ત્રણેય આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ કચ્છમાં ફરી એકવાર ભૂંકપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી ઇન્સ્ટિટ્યુટે આપેલી માહિતી અનુસાર બપોરના સમયે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી 36 કિલોમીટર દૂર,દક્ષિણ-પશ્ચિમ દિશાએથી અને જમીનથી 18 કિમીની ઉંડાઇએથી 3.3ની તીવ્રતાનો અવાજ સાથે આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત અનુક્રમે રાપરથી 20 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 1.0ની તીવ્રતાનું માઈક્રો ટ્રેમર આવ્યા બાદ નલિયાથી 36 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
કચ્છમાં ગણતરીના કલાકોમાં જ એક બાદ એક એમ ભૂકંપના હળવા 3 આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ ઘરની બહાર દોડી ગયા હતા. જો કે, આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.